ડુંગળીના ભાવ : વોટસઅપ મિડીયામાં રમુજ, ગર્ભીત રીતે સરકારની નિષ્ફળતા દર્શાવી

તાજેતરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ બેફામ વધ્યા છે અને ડુંગળીના ભાવે સોશ્યલ મિડીયામાં પણ હલચલ મચાવી દીધી છે. દેશભરમાં લોકપ્રિય ડુંગળી વિષેની આઈટમો સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના વાંચકો માટે પ્રસ્તુત છે. આ અંગેના કેટલાક વિડીયો અને વોટસઅપ મેસેજા પણ વાયરલ થયા છે જેમાં રૂપિયાને બદલે ચલણમાં હવે ડુંગળી ચાલતી હોવાના કટાક્ષ કરાયા છે ત્યારે ડુંગળીના ફોટાઓની એક ઝલક અત્રે પ્રસ્તુત કરાઈ છે. ડુંગળીના ભાવો મુંબઈમાં રૂ.૧ર૦, મદુરાઈમાં રૂ.૧૭૦ સુધી પહોંચ્યા છે. તામીલનાડુમાં સંસદમાં ડુંગળીના બેફામ ભાવવધારા મુદ્દે તડાફડી તેમજ ચિદમ્બરમ સહિતના કોંગ્રેસી નેતાઓએ દેખાવો કરેલ છે. જા કે, સરકાર ડુંગળીના ભાવકાબુમાં આવશે તેમજ જણાવે છે. દેશભરમાં આમ જનતામાં ડુંગળીના ભાવવધારા મામલે વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો છે અને રૂ. ૧૦ થી ર૦ના ભાવે મળતી ડુંગળી હવે રૂ. ર૦૦નાં કિલોમાં ખરીદવી પડી રહી છે.
લસણ, આદુના ભાવોમાં પણ ધરખમ વધારો
ડુંગળીમાં થયેલા ભાવ વધારા બાદ હવે લસણ અને આદુના ભાવમાં પણ વધારો થયો છે. બજારમાં લસણ રૂ. ર૦૦ પ્રતી કિલો મળી રહેલ છે જયારે આદુના કિલોના ભાવ રૂ. ૧૦૦ એ પહોંચેલ છે. સીંગતેલનાં ભાવોમાં જબ્બર વધારો થયો છે.

Leave A Reply