ગિરનારનાં અધિષ્ઠાતા ભગવાન દત્તાત્રેય

ભગવાન દત્તાત્રેયની જયંતિ માગસર સુદ ૧૪ના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયને ત્રીદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત શબ્દનો અર્થ છે “આપેલું”. દત્ત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે ખુદને આપ્યા છે. તેઓ અત્રિના પુત્ર હોય, તેથી તેમનું નામ “અત્રેય” પણ કહેવાય છે. નાથ પરંપરામાં ભગવાન દત્તાત્રેયને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે અને નાથ લોકોના આદિનાથ સંપ્રદાયના તેઓ આદી ગુરૂ પણ છે. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા તેમનું વધુ ભક્તિમય સ્વરૂપ આત્મસાત કરવામાં આવ્યું જેથી હિંદુઓ દ્વારા તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.
દત્તાત્રેય ખૂબ નાની વયે પોતાનું ઘર છોડીને વસ્ત્રહીન અવસ્થામાં પૂર્ણતાની શોધમાં નીકળી પડયા હતા. એવું જણાય છે કે, તેમના જીવનનો ઘણો સમય તેમણે ઉત્તર કર્ણાટકથી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ તેમજ ગુજરાતમાં છેક નર્મદા નદી સુધીના વિસ્તારોમાં વિચરણ કરતા ગાળ્યો હતો. ઉત્તર કર્ણાટકના શહેરમાં તેઓ મૂર્તસ્વરૂપ પામ્યા જે હાલમાં ગંગાપુર તરીકે ઓળખાય છે. દત્તના મૂળ પદચિહ્ન ગીરનારની ઊંચી પહાડી ઉપર આવેલા હોવાનું માનવામાં આવે છે. ત્રિપુરા રહસ્યમાં એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે, શિષ્ય પરશુરામે ગુરૂદત્તને ગંધમાદાન પર્વત ઉપર ધ્યાન કરતા જાેયા હતા. બ્રહ્મપુરાણ પ્રમાણે પિતા મુનિ અત્રિની આજ્ઞાથી, દત્તાત્રેય ગૌતમી નદીના કાંઠે બેઠા અને ભગવાન શિવની આરાધના કરી, અને અંતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. કદાચ આ જ કારણસર દત્તાત્રેયને નાથ સંપ્રદાયમાં ‘આદીસિદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્ધવ ગીતામાં ભાગવત પુરાણમાંથી રચાયેલા ગીતમાં કૃષ્ણ દ્વારા દત્તાત્રેય વિષે એક વાર્તા ગાવામાં આવી છે, જેમાં તેમના ચોવીસ ગુરૂઓ પૃથ્વી, પાણી, આકાશ, વાયુ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કરોળિયો, પતંગિયુ, સમુદ્ર, મધમાખી, મધુહારક(મધપૂડામાંથી મધ લેનાર), હાથી, મૃગ, ભમરી, માછલી, અજગર, બાણ બનાવનાર વ્યાઘ્ર, બાળક, કુમારીનું કંકણ, સાપ, ગણિકા, કપોત(પક્ષી વિશેષ) અને પોતાની સાથે રહેલા શ્વાનને આ યાદીમાં ગણવામાં આવ્યા છે. અવધૂત દ્વારા પુરાણમાં વર્ણવાયેલા ગુરૂઓમાંથી દત્તાત્રેયના આ ૨૪ ગુરૂઓ છે. ગિરનાર, આબુ, નારેશ્વર, ગરૂડેશ્વર, ગંગણાપૂર, કુરવપુર, નરસિંહ વાડા, ઔદુમ્બર, અક્કલકોટ, કાંરજા, માહૂર વગેરે ભગવાન દત્તાત્રેયનાં સ્થાનકો છે. ગિરનારનાં અધિષ્ઠાતા ભગવાન દત્તાત્રેય ભગવાન દત્તાત્રેયની જયંતિ માગસર સુદ ૧૪ના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયને ત્રીદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત શબ્દનો અર્થ છે “આપેલું”. દત્ત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે ખુદને આપ્યા છે. તેઓ અત્રિના પુત્ર હોય, તેથી તેમનું નામ “અત્રેય” પણ કહેવાય છે. નાથ પરંપરામાં ભગવાન દત્તાત્રેયને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે અને નાથ લોકોના આદિનાથ સંપ્રદાયના તેઓ આદી ગુરૂ પણ છે. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા તેમનું વધુ ભક્તિમય સ્વરૂપ આત્મસાત કરવામાં આવ્યું જેથી હિંદુઓ દ્વારા તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.
દત્તાત્રેય ખૂબ નાની વયે પોતાનું ઘર છોડીને વસ્ત્રહીન અવસ્થામાં પૂર્ણતાની શોધમાં નીકળી પડયા હતા. એવું જણાય છે કે, તેમના જીવનનો ઘણો સમય તેમણે ઉત્તર કર્ણાટકથી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ તેમજ ગુજરાતમાં છેક નર્મદા નદી સુધીના વિસ્તારોમાં વિચરણ કરતા ગાળ્યો હતો. ઉત્તર કર્ણાટકના શહેરમાં તેઓ મૂર્તસ્વરૂપ પામ્યા જે હાલમાં ગંગાપુર તરીકે ઓળખાય છે. દત્તના મૂળ પદચિહ્ન ગીરનારની ઊંચી પહાડી ઉપર આવેલા હોવાનું માનવામાં આવે છે. ત્રિપુરા રહસ્યમાં એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે, શિષ્ય પરશુરામે ગુરૂદત્તને ગંધમાદાન પર્વત ઉપર ધ્યાન કરતા જાેયા હતા. બ્રહ્મપુરાણ પ્રમાણે પિતા મુનિ અત્રિની આજ્ઞાથી, દત્તાત્રેય ગૌતમી નદીના કાંઠે બેઠા અને ભગવાન શિવની આરાધના કરી, અને અંતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. કદાચ આ જ કારણસર દત્તાત્રેયને નાથ સંપ્રદાયમાં ‘આદીસિદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્ધવ ગીતામાં ભાગવત પુરાણમાંથી રચાયેલા ગીતમાં કૃષ્ણ દ્વારા દત્તાત્રેય વિષે એક વાર્તા ગાવામાં આવી છે, જેમાં તેમના ચોવીસ ગુરૂઓ પૃથ્વી, પાણી, આકાશ, વાયુ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કરોળિયો, પતંગિયુ, સમુદ્ર, મધમાખી, મધુહારક(મધપૂડામાંથી મધ લેનાર), હાથી, મૃગ, ભમરી, માછલી, અજગર, બાણ બનાવનાર વ્યાઘ્ર, બાળક, કુમારીનું કંકણ, સાપ, ગણિકા, કપોત(પક્ષી વિશેષ) અને પોતાની સાથે રહેલા શ્વાનને આ યાદીમાં ગણવામાં આવ્યા છે. અવધૂત દ્વારા પુરાણમાં વર્ણવાયેલા ગુરૂઓમાંથી દત્તાત્રેયના આ ૨૪ ગુરૂઓ છે. ગિરનાર, આબુ, નારેશ્વર, ગરૂડેશ્વર, ગંગણાપૂર, કુરવપુર, નરસિંહ વાડા, ઔદુમ્બર, અક્કલકોટ, કાંરજા, માહૂર વગેરે ભગવાન દત્તાત્રેયનાં સ્થાનકો છે.

Leave A Reply