જીલ્લા માહિતી કચેરી જૂનાગઢનાં આર.કે.જાનીની બદલી : બઢતી સાથે એ.એમ. પરમારની નિમણુંક

જૂનાગઢ જીલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતાં આર.કે. જાનીની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. જયારે તેમનાં સ્થાન ઉપર પોરબંદર ખાતે નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવતાં અર્જુન પરમારને જૂનાગઢ ખાતે બઢતી સાથે નિમણુંક આપવામાં આવી છે.
ગુજરાત સરકારનાં માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માહિતી નિયામકમાં ફરજ બજાવતાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જીલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતાં શ્રી આર.કે.જાનીને નાયબ માહિતી નિયામક જીલ્લા માહિતી કચેરી જામનગરની જગ્યા ઉપર નિમણુંક આપવામાં આવી છે. જયારે જીલ્લા માહિતી કચેરી પોરબંદર ખાતે સહાયક માહિતી નિયામક ખાતે ફરજ બજાવતાં શ્રી એ.એમ.પરમારને બઢતી આપીને નાયબ માહિતી નિયામક જીલ્લા માહિતી કચેરી જૂનાગઢ ખાતે નિમણુંક આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માહિતી વિભાગમાં જૂનાગઢ સહીત જુદા જુદા જીલ્લાઓમાં પ્રસંશનીય કામગીરી દાખવનારા શ્રી અર્જુન પરમાર મિલનસાર સ્વભાવ અને બહોળો અનુભવ ધરાવી રહયા છે ત્યારે તેમનાં શુભેચ્છકોએ નિમણુંકને આવકારી છે.

Leave A Reply