જૂનાગઢમાં સિનીયર સીટીઝન મંડળ દ્વારા ઝડપી ચાલ સ્પર્ધા યોજાઈ

જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સિનિયર સિટીઝન મંડળ દ્વારા સાતની ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ૬૦ વરસની ઉંમરથી લઈ ૯૫ વર્ષ સુધીનાએ ભાગ લીધો હતો ૬૦ વર્ષથી ૭૦ વર્ષ સુધીના માટે ત્રણ કિલોમીટરની સ્પર્ધા ૭૦ થી ૮૦ વર્ષ સુધીના અને બે કિલોમીટર અને ૮૦ થી ૯૦ વર્ષ ના માટે એક કિલોમીટર અને નેવું વર્ષથી ઉપરના વય ને અડધો કિલો મીટરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનારને સર્ટિફિકેટનું વિતરણ અને ગિફ્‌ટ આપવામાં આવી હતી. અનેક સ્પર્ધાઓમાં ભાગ લેનાર અને જૂનાગઢનાં હાજી આદમભાઈ દુર્વેશે જણાવ્યું હતું કે મારી ૯૨ વર્ષની ઉંમર છે અને હજુ પણ હું જુવાન છું હું બધી જ સ્પર્ધામાં આજના દિવસે પણ ભાગ લઉં છું અને આજના જમાનાના લોકો ગાડી વિના ચાલતું નથી શરીરમાં તંદુરસ્તી લાવવા માટે ચાલવું ફરજિયાત છે.
જ્યારે હું સ્પર્ધામાં ભાગ લઉં છું પછી મને ઉત્સાહ વધે છે લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે જીવનમાં ચાલવું એ તંદુરસ્તી માટે સારી વાત છે અનેક સ્પર્ધાઓમાં ભાગ લેવો એ આપણો હિસ્સો છે.

Leave A Reply