યુફો સંસ્થા દ્વારા વિદ્યાર્થી સન્માન, કર્મવીર સન્માન, સેવા નિવૃત કર્મચારી સન્માન સહિત પંચામૃત કાર્યક્રમો યોજાયા

0

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૯ વર્ષથી કર્મચારીઓ દ્વારા ઉમા ફ્રેન્ડઅઝ ઓર્ગનાઇઝેશન (યુફો) સંસ્થા દ્વારા જુનાગઢ શહેરમાં અનેકવિધ પ્રવૃતિઓમાં દિવાદાંડીરૂપ કામગીરી કરાય છે. તા.૨૯ ડીસેમ્બરના રોજ પરબત લખમણ પટેલ સમાજ, જુનાગઢ ખાતે ૧૯માં વાર્ષિક સ્નેહમિલન તેમજ કર્મવીરોનુ સન્માન, વિદ્યાવીર સન્માન અને સેવાનિવૃત કર્મચારીઓના સન્માન કાર્યક્રમો સહપરિવાર સાથે યોજાયા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે બી.એચ. ઘોડાસરા, ચેરમેન બિન અનામત આયોગ, જિલ્લા પુરવઠા અધિકારી નિલેશ ડી. ગોવાણી તેમજ જુનાગઢ શહેરનાં જ્ઞાતિ આગેવાનો બીપીનભાઇ કનેરિયા, કિશોરભાઇ હદવાણી, નિલેશભાઇ ધુલેશિયા, શિરીષભાઇ સાપરિયા, રાકેશભાઇ ધુલેશિયા તેમજ જુનાગઢ શહેરની કડવા પાટીદાર જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના હોદેદારો હાજર રહયા હતા.
આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી પી.એચ.ડી. સુધીનાં ૨૫૦ જેટલા તેજસ્વી વિર્ધાથીઓનું સન્માન કરવામાં આવેલ તેમજ યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. પરિક્ષામાં નોકરીમાં પસંદ થયેલા જ્ઞાતિ કર્મવીરોના સન્માન સાથે સેવા નિવૃતિ થયેલા ૪૦ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલ બી.એચ. ઘોડાસરા દ્વારા પાટીદાર સમાજ જીવન વ્યવસ્થા અને વહીવટી તંત્રમાં અધિકારીઓ, પદાધિકારીઓ કેવી રીતે માર્ગદર્શક રૂપ બની શકે તેમજ વિદ્યાર્થીઓને જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.સી.માં પહોંચવા માટે માતા-પિતા શિક્ષક સમાજ તથા યુફો જેવી સંસ્થા માર્ગદર્શક કઇ રીતે બની શકે તેની સમજ આપી હતી. અને સરકાર દ્વારા બિન અનામત આયોગ અને નિગમ દ્વારા પાટીદાર સમાજને અપાતી સહાય અંગે માર્ગદર્શન આપેલ હતું.
સંસ્થા અંગેનો અહેવાલ સંસ્થાનાં પ્રમુખ નંદલાલ ભાઇ દલસાણીયા દ્વારા આપવામાં આવેલ તથા સંસ્થાની ભાવિ યોજના અંગે અધ્યક્ષ જે.એમ. ઝાલાવાડીયાએ અહેવાલ આપેલ તેમજ સંસ્થાના પૂર્વ પ્રમુખ પી.ડી. ભડાણીયાએ સર્વ મહેમાનોને આવર્કાયા હતા અને કાર્યક્રમના અંતે સર્વેએ ભોજન પ્રસાદ સાથે લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુફોની ટીમે તન, મન, ધનથી અવિરત સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવી ચાર ચાંદ લગાવેલ હતા. અંતમાં કાર્યક્રમની આભારવિધિ બી.એમ. સાદરીયાએ કરી હતી.

error: Content is protected !!