Thursday, April 9

ગીરસોમનાથ જીલ્લાને મેડીકલ કોલેજ ફાળવવામાં આવતાં અભિનંદનની વર્ષા

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નવા વર્ષના આગમનની સાથે અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ જારી કરી છે તે પૈકીની ગુજરાતના પાંચ જિલ્લામાં મેડીકલ કોલેજ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગીરસોમનાથ જીલ્લામાં મેડીકલ કોલેજ શરૂ થવાની છે ત્યારે આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા ગીરસોમનાથ જિલ્લાને મેડિકલ કોલેજ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તકે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સોમનાથ અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Leave A Reply