જૂનાગઢમાં રૂ. ૭.૭૬ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા અને મુદામાલ સાથે ત્રણ ઝડપાયા

0

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની બદીને નાબુદ કરવા તા. ર૧ જાન્યુ. થી ર૬ જાન્યુ. સુધી પ્રોહીબીશન/જુગારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. આ ડ્રાઈવ દરમ્યાન ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, સાહિલભાઈ શમા, ડાયાભાઈ કરમટાને મળેલ બાતમીનાં આધારે અરવિંદ પાર્ક, મંગલમ એપાર્ટમેન્ટ સામે કારા ભરતભાઈ ભુતીયા,તથા ભરત ઉર્ફે મામો બાબુભાઈ સરધારા વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય જેથી રેડ કરતાં પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો મંગાવનાર દોલતપરાનો ભરત ભુરા ઓડેદરા હોય જેના રહેણાંક મકાનને તપાસ કરતા ફોરવ્હીલ કાર સાથે નાસવા જતાં પોલીસે વિદેશી દારૂની પેટી નંગ-૩ર, છુટી બોટલ નંગ-૩૦, વેરના કાર, બોલેરો કાર, મોબાઈલ નંગ-૩ મળી કુલ રૂ. ૭,૭૬,૧૦૦નો મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવેલ છે.
આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, બી.કે. સોનારા, વી.કે. ચાવડા, બી.બી. ઓડેદરા, એસ.એ. બેલીમ, સાહિલભાઈ સમા, ડાયાભાઈ કરમટા, જીતેષ મારૂ, ધર્મેશભાઈ વાઢેર, જયદીપભાઈ કનેરીયા, ભરતભાઈ સોલંકી વગેરે જાડાયેલ હતાં.

error: Content is protected !!