જૂનાગઢમાં આવતીકાલે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

0

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં આવશે. જૂનાગઢ જીલ્લાકક્ષાનાં પ્રજાસતાક દિનની ઉજવણી માણાવદર ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા વિભાગનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં હસ્તે ધ્વનવંદનનો કાર્યક્રમ યોજાશે. મંત્રીશ્રીનાં અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ પણ બાળકો અને વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવશે.
ભારત દેશ ઉપર બ્રિટીશ સલ્તનતે ર૦૦ વર્ષ સુધી રાજ કર્યુ અને ભારતના લોકો ઉપર ગુલામોની માફક અનેક અત્યાચારો ગુજાર્યા ત્યારબાદ અનેક લોકોની શહીદી બાદ મહાત્મા ગાંધીજીની ચળવળ અને અહિંસક લડતના અંતે આ દેશમાંથી અંગ્રેજા ભારત છોડીને જતા રહયા અને ૧પ મી ઓગષ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો અને ત્યારબાદ બંધારણ ઘડવામાં આવ્યું અને ભારતમાં ર૬મી જાન્યુઆરી ૧૯પ૦ના દિવસે પ્રજાકીય સત્તાનો ઉદય થયો અને ગણતંત્ર રાજય અમલમાં આવ્યું એ દિવસને તા.ર૬મી જાન્યુઆરીના ૭૦ વર્ષ પુર્ણ થઈને આવતીકાલે ૭૧ મું પ્રજાસત્તાક પર્વ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.
મહાનગરપાલિકા કચેરી ખાતે ધ્વજવંદન
પ્રજાસતાક પર્વની ઉજવણી અંતર્ગત ર૬ મી જાન્યુઆરીએ સવારે ૯ કલાકે મેયર ધીરૂભાઈ ગોહેલનાં હસ્તે મહાનગરપાલિકા જૂનાગઢ ખાતે ધ્વજવંદન કરવામાં આવશે. આ તકે કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન
જૂનાગઢ શહેરમાં ધ્વજવંદનનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવનાર છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે જેમાં શહેર અને જીલ્લા કોંગ્રેસનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
વિશેષમાં રાજકીય પક્ષોનાં કાર્યાલય ઉપર ધ્વજવંદનના કાર્યક્રમો તેમજ જૂનાગઢ શહેરમાં આવેલી વિવિધ શાળાઓ, કોલેજા, સામાજીક સંસ્થાઓ, સ્વરાજય સંસ્થાઓ, સેવાકીય મંડળો, કોર્ટ કચેરી, જેલ સહીતના સંસ્થાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના બિલખા, મેંદરડા, ભેંસાણ, માળીયા, કેશોદ, વિસાવદર, માણાવદર, વંથલી સહીતના તાલુકાઓમાં પણ ધ્વજવંદન સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે. ભારત દેશને આઝાદી અપાવનારા નામી અનામી શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય નેતાઓને ભાવાંજલી પણ અર્પવામાં આવશે.
રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ધ્વજવંદન
જૂનાગઢ ભવનાથનાં રૂપાયતન રોડ સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પૂ. ઈન્દ્રભારતીબાપુ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સવારે ૧૦ કલાકે આશ્રમ ખાતે પૂ. ઈન્દ્રભારતીબાપુ ગીરનારમંડળનાં સંતો અને સર્વપક્ષીય આગેવાનોની ઉપÂસ્થતિમાં ત્રિરંગો લહેરાવી સલામી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. ઈન્દ્રભારતીબાપુ દ્વારા છેલ્લા ૮ વર્ષથી રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાકદિન નિમિત્તે તેઓ અચુક ત્રિરંગાને સલામી આપે છે અને ભવનાથ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પહેલ પણ અનન્ય રાષ્ટ્રપ્રેમ સાથે પૂ. ઈન્દ્રભારતીબાપુ દ્વારા કરવામાં આવે છે.
વિજાપુર ખાતે જૂનાગઢ તાલુકાકક્ષાનું ધ્વજવંદન
જૂનાગઢ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી વિજાપુર ખાતે થશે. તા.૨૬/૧/૨૦૨૦ના યોજાનાર પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી વિજાપુર સ્થિત પે-સેન્ટર શાળા ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્થિત રહેવા જૂનાગઢ મામલતદાર ગ્રામ્યની અખબારી યાદીમાં જણાવાયું છે.
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા હુસેનભાઈ હાલા ચોક (ચિત્તાખાના ચોક) જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આવતીકાલે ર૬મી જાન્યુઆરીના દિવસે સવારે ૮ કલાકે દેશ ભકિત ગીતનો કાર્યક્રમ યોજાશે. જયારે સવારે ૯ કલાકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાષીના હસ્તે ધ્વજ વંદન કરાશે. આ ધ્વજ વંદનના કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લીમ સમાજના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ પણ ખાસ ઉપÂસ્થત રહેનાર છે. આ કાર્યક્રમમાં આમંત્રીત મહેમાન અને નગરજનોને ઉપસ્થિત રહેવા આયોજક અને જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રજાકભાઈ હુસેનભાઈ હાલાએ નિમંત્રણ પાઠવેલ છે.
(૧) ‘એ મેરે વતન કે લોગો, જરા આંખ મે ભર લો પાની,
જા શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કૂરબાની’
(ર) મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી
મેરે દેશ કરી ધરતી…
જેવા ગીતોનો ગુંજારવ થશે. ધ્વજવંદનના કાર્યક્રમો સાથે જ પોલીસ હોમગાર્ડ, એનસીસી સહીતની માર્ચપાસ્ટ, શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સહીત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ દિવસે ભારતભરમાં દેશભક્તનો નારા ગુંજી ઉઠશે. અંગ્રેજાની ગુલામીમાંથી મુકત થયેલા આઝાદ ભારતમાં ૭૦ વર્ષમાં આઝાદીના ફળ કેવા ચાખવા મળ્યા છે, તેમજ વિકાસ કે વિનાશ સહીતના મુદાઓની પણ સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે. આ દિવસોમાં ‘કયા પાયા કયા ખોયા’નું સરવૈયું પણ નિષ્ણાંતો માંડી રહયા છે. સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ જેવા રાષ્ટ્રીય તહેવારો ઉપર દેશને માટે પોતાના ઘર બાર અને પરિવારને ભૂલીને આઝાદી અપાવવામાં જેઓએ અનેક ચળવળોમાં ભાગ લીધા છે એવા બુઝર્ગ સ્વાતંત્ર્ય સેનાનીઓને આ દિવસે યાદ કરવામાં આવે છે અને તેઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે. બાકીના ૩૬૪ દિવસ આવા સ્વાતંત્ર્ય સેનાનીઓની આઝાદ ભારતમાં કોઈ ખબર પણ પુછતું નથી તેવો વસવસો સ્વાતંત્ર્ય સેનાનીઓ વ્યકત કરી રહયા છે. ઉપરાંત ભારતીય લશ્કર માટે કેન્દ્ર તથા રાજય સરકારોએ તમામ ખોરાક, પાણી, દવા, પુરવઠો અવિરત મળતો રહે અને બોર્ડર ઉપર રહેલા જવાનને કોઈ મુશ્કેલી ન રહે તેવું વાતાવરણ સર્જવું જરૂરી છે.

error: Content is protected !!