જૂનાગઢ મનપાની આવક વધારવા જનતા ઉપર વેરો બમણો કરવા સ્ટેન્ડીંગ સમિતીને દરખાસ્ત કરાઈ મનપાનું વર્ષ ર૦ર૦-ર૧નું રૂ. ૩પ૬.૬૯ કરોડનું અંદાજીત બજેટ રજુ કરતાં મ્યુ. કમિશ્નર

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ વર્ષ ર૦ર૦-ર૧નું સુચીત બજેટ તૈયાર કરી સ્થાયી સમીતીને સુપ્રત કર્યુ છે. આ બજેટ જૂનાગઢનાં આમ જનતા માટે વધારો લઈને આવ્યું છે. કારણ કે મનપાની આવક વધારવા માટે મનપાએ સોરઠનાં શહેરીજનો ઉપર ઘરવેરો, પાણીવેરો અને દિવાબત્તી કર બમણા કર્યા છે. જયારે નાના ઉદ્યોગો ઉપર પણ બમણો વેરો લાદયો છે. આને લઈને આાગમી સમયમાં સ્ટેન્ડીંગ કમીટી દ્વારા વેરા સંબંધિત નિર્ણય લઈને જનરલ બોર્ડમાં જાહેર કરવામાં આવશે.
જૂનાગઢમાં મનપાની ચુંટણી પહેલા ભાજપે લોકોને વચન આપ્યું હતું કે તેમના તમામ પ્રાથમીક પ્રશ્નોને હલ કરવામાં આવશે. પરંતુ હાલ સુધી એકપણ સારી પ્રાથમિક સુવિધા મળવામાં લોકોને નિરાશા જ મળી છે. ત્યાં મનપાએ તેના ઉપર વેરાનો કોરડો વીંઝયો છે. રજુ કરવામાં આવેલા અંદાજપત્રમાં મ્યુ. કમિશ્નરે સુચવેલા વેરા અંગે વાત કરીએ તો મનપાનું કુલ આવક રૂ. ૩પ૬.૬૯ કરોડનાં બજેટ સામે રૂ. ૩પપ.૯૬ કરોડનો ખર્ચ સુચવવામાં આવ્યો છે. જૂનાગઢમાં પ્રાથમિક સુવિધા આપવામાં તદન નિષ્ફળ રહેલી મનપાએ પોતાની આવક વધારવા માટે હવે આમ જનતા ઉપર વેરાનો કોરડો વીંઝયો છે. જેમાં પાણી માટે મહેકમ ખર્ચ, વિજળી વપરાશ, મશીનરી ખર્ચ માટે રૂ. ૧૮.૭પ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જેમાં પ્રતિ કનેકશન ચાર્જ રૂ. ર૯૧૦ જેવો થતો હોય છે. જેથી ઘર વપરાશનો પાણી વેરો રૂ. ૭૦૦ના બદલે રૂ. ૧પ૦૦ કરવાની ભલામણ કરવામાં આવી છે. જૂનાગઢમાં મોટા ઉદ્યોગો કે મોટા ઔદ્યોગિક વિસ્તારો આવેલા નથી અને જે મધ્યમ અને નાના કદના ઉદ્યોગો આવેલા તેની પાસેથી કરવેરાની આવક અન્ય કોર્પોરેશનની આવકની સાપેક્ષમાં નહિવત થાય છે. તેથી ખુલ્લા પ્લોટ ઉપર પ્રતિ ચો.મી. ૩ના બદલે પાંચ રૂપિયા તથા રહેણાંક મિલ્કતો ઉપર પ્રતિ ચો.મી. રરના બદલે ૩૦ રૂપિયા, બિન રહેણાંક મિલ્કતો માટે રૂ. ૪૦નાં બદલે રૂ. પ૦ અને બિન રહેણાંક પ્લોટ ઉપર સામાન્ય કરના ર૦ ટકા લેખે ચાર્જ વસુલવાની ભલામણ કરવામાં આવી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે.
શહેરી લોકોમાં સુકો કચરો અને ભીનો કચરો અલગ કરવાની જાગૃતિ માટે સેગ્રીગેશન ફી નકકી કરવામાં આવશે. વૃક્ષ છેદનની પરમીશન માટે વહીવટી ફી વસુલ કરવામાં આવશે.

error: Content is protected !!