જૂનાગઢ જિ લ્લામાં કોરોના વાયરસ સામે આરોગ્ય તંત્ર સતર્ક

જૂનાગઢ, તા.૩૧
કોરોનાં વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ થયુ છે. જિલ્લા સેવાસદન જૂનાગઢ ખાતે જિલ્લા આરોગ્ય તંત્રનાં તબિબો તેમજ ખાનગી પ્રેક્ટીસ કરતા ડોક્ટરોની માહિતીનાં આદાન-પ્રદાન માટે અધિક કલેકટરશ્રી બારીઆના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડોક્ટરોને કોરોનાં વાયરસની અદ્યત્તન ગાઇડલાઇનથી વાકેફ કરાયા હતા.
મેડીકલ કોલેજ જૂનાગઢ ખાતે તબિબિ અધિક્ષક ડો. બગડાનાં માર્ગદર્શન હેઠળ અદ્યત્તન આઇ.સી.યુ. ની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ જિલ્લાની સમગ્ર વસ્તીને આવરી લઇ સર્વેલન્સ બાબતે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.
તબિબિ અધીકારીઓએ લોકોને અપીલ કરતા જણાવ્યુ હતું કે આ વાયરસથી ડરવાની જરૂર નથી. પરંતુ સાવચેત રહેવુ જરૂરી છે. આ વાયરસનાં લક્ષણોમાં શરદી, કફ અને ઉધરસ જોવા મળે છે. પરંતુ સવિશેષ પણે આ વાયરસ ન્યુમોનીયામાં પરીવર્તીત થાય તો શ્વસનતંત્રનાં ફેફસાને નુકશાન પહોંચાડે છે.
આ વાયરસ સામે કાળજી લેવા માટે પૈષ્ટીક અને સંતુલીત આહાર લેવો, બહારથી આવ્યા બાદ હાથ-મોની સફાઇ કરવી, વારંવાર હાથ ધોવા સાથે આરોગ્ય બાબતે વ્યક્તિગત કાળજી લેવી આવશ્યક છે. રોગ પ્રતીકારક શક્તી વધે તેવા ઊપાયો જરૂરી છે.
આ બેઠકમાં મેડિકલ કોલેજનાં ડીન ડો. રાઠોડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા, આઇ.એમ.એ.નાં સેક્રેટરી ડો. જાવીયા, ફીઝીશીયન એશો.નાં પ્રમુખ ડો. બારમેડા, પીડીયાટ્રીક એશો.નાં પ્રમુખ ડો. રતનપરા, આયુર્વેદ એશોસીયેશનનાં ડોક્ટર અગ્રાવત, હોમીયોપેથીક એશોસીયેશનનાં ડો. સાવલીયા, જિલ્લ આયુર્વેદ અધિકારી ડો. શાહ, નોબલ આયુર્વેદ કોલેજનાં પ્રિન્સીપાલ ડો. બારડ સહિત ડોક્ટરો ઊપસ્થિત રહી ચર્ચામાં સહભાગી થયા હતા. બેઠકની કાર્યવાહીનું ચંચાલન એપેડેમીક ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસે સંભાળ્યું હતું. 

Leave A Reply