સ્વચ્છતા અને સ્વસ્થતાનાં અભિયાન સાથે જૂનાગઢમાં આવતીકાલે મેરેથોન દોડ

0

સ્વચ્છતા, ફીટ ઈન્ડિયાઅને હેરીટજ માટે તા. ર ફેબ્રુઆરીને રવિવારનાં રોજ જૂનાગઢમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં આયોજીત સો પ્રથમ મેરેથોનમાં અત્યાર સુધીમાં નવ હજાર જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ર૧ કિલોમીટરમાં ૮૦૦ અને ૧૦ કિલોમીટરમાં ૧ર૦૦ સ્પર્ધકો દોડ લગાવશે, બાકીના પ કિલોમીટર અને ૧ કિલોમીટરના રૂટ ઉપર જૂનાગઢ માટે દોડ લગાવશે.
જૂનાગઢમાં ભવનાથ ખાતે અત્યાર સુધી ગિરનાર આરોહણ-અવરોહણ, ગિરનાર પરિક્રમા અને શિવરાત્રી મેળામાં માનવ મહેરામણ ઉમટતું હતું. હવે શહેરમાં સો પ્રથમવાર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મનપા દ્વારા ચાર કેટેગરીમાં દોડ રાખવામાં આવી છે. ર૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર, પ કિલોમીટર અને ૧ કિલોમીટર માટે મેરેથોન યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં ૯ હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં જૂનાગઢ ઉપરાંતના સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના રાજયોમાંથી દોડવીરો આવી રહ્યાં છે. ભવનાથમાં જીલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતેથી આ સ્પર્ધા શરૂ થશે તેના માટે સવારે પ કલાકે સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરવાનું છે. ત્યાર બાદ સવારે ૬ કલાકે ર૧ કીલોમીટર તેની ૧પ મિનીટ બાદ ૧૦ કિલોમીટરના સ્પર્ધકોને રવાના કરવામાં આવશે ત્યાર બાદ અન્ય બે દોડના સ્પર્ધકોને રવાના કરવામાં આવશે. સોથી લાંબો રૂટ ર૧ કિલોમીટર જીલ્લા પંચાયત ગ્રાઉન્ડથી ગિરનાર દરવાજા, કાળવા ચોક, મોતીબાગ, સરદારબાગ, ઝાંસીની પ્રતિમા, તળાવ દરવાજા, આઝાદ ચોક, મજેવડી દરવાજા થઈને સોનાપુરી સ્મશાન રોડથી પરત ફરશે. જયારે ૧૦ કિલોમીટરમાં ભવનાથથી ગિરનાર દરવાજા, મજેવડી દરવાજા, સોનાપુરી રોડ થઈને પરત ફરશે તેમજ પ કિલોમીટરમાં ભવનાથથી ગિરનાર દરવાજા અને ગિરનાર દરવાજાથી પરત ભવનાથ ફરશે અને ૧ કિલોમીટરમાં ભવનાથથી દત્ત ચોક, પાછળ થઈને પરત ફરશે. આમ ચારેય દોડ પૂરી થયા બાદ તે જ સ્થળે ઈનામ વિતરણ કરવામાં આવશે. જેમાં ર૧ અને ૧૦ કિલોમીટરની સ્પર્ધામાં પ્રથમ ત્રણ આવેલા સ્પર્ધકોને રોકડ ઈનામ અને શિલ્ડ આપવામાં આવશે. જયારે અન્ય સ્પર્ધકોને પણ શિલ્ડ ટી-શર્ટ આપવામાં આવશે. મેરેથોન દરમ્યાન રસ્તામાં ઝુંબા ડાન્સ, સ્વચ્છતા, હેરીટજ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ દોડવીરો માટે ૯ મેડીકલ ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સ તથા ફાયર સેફટી માટે ટીમો તૈનાત કરવામાં આવશે. તમામ વાહનો માટે પ્રકૃતિધામ ખાતે પા‹કગ રાખવામાં આવ્યું છે.

error: Content is protected !!