રાંધણગેસ સિલીન્ડરમાં રૂ.૧૪૯નો વધારો

0

નવી દિલ્હી તા. ૧ર
સબસીડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે.
ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ ૧૪ કિલોવાળો સિલિન્ડર હવે ૧૪૪.પ૦ રૂપિયાથી વધીને ૮પ૮.પ૦ માં મળશે બીજીબાજુ કલકત્તામાં તે ૧૪૯ રૂપિયા વધીને ૮૯૬ રૂપિયા જયારે મુંબઇના લોકોને ૧૪પ રૂપિયા વધુ ચુકવવા પડશે સિલિન્ડર હવે ૮ર૯.પ૦ રૂપિયા મળશે સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે એક જાન્યુઆરી બાદ ગેસના ભાવ વધ્યા નથી.
ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર રેકોર્ડ રર૪.૯૮ રૂપિયાનો વધારો કર્યો હતો. કારોબારીઓને કોમર્શિયલ સિલિન્ડર માટે વધારો કર્યો હતો. કારોબારીઓને કોમર્શિયલ સિલિન્ડર માટે ૧પપ૦.૦ર રૂપિયા ચુકવવા પડી રહ્યા છે.

error: Content is protected !!