ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

0

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં સંયુકત ઉપક્રમે

જૂનાગઢ તા. ૧૪
ગીરનારની પવિત્ર ભૂમિ ઉપર આગામી તા. ૧૭ થી
તા. ર૧ દરમ્યાન શિવરાત્રી મેળાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે અહીં આવનારા ભાવિકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે અને આ મેળા દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે.
જતી, સતી, જાગણી અને ૩૩ કરોડ દેવતા જયાં બિરાજમાન છે તેવા ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રી મેળાનો મહા વદ નોમના દિવસથી પ્રારંભ થવાનો છે. આ મેળાને લઈને વિવિધ સંસ્થાઓ, સંતો, મહંતો, મહામંડલેશ્વર અને થાણાપતિઓ દ્વારા ભાવિકોની સુવિધા માટે પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સેવાભાવીઓ તથા ઉતારા મંડળો દ્વારા અન્નક્ષેત્રો શરૂ થનાર છે. દરેક ધાર્મિક જગ્યાઓ ઉપર ભજન અને ભોજનની આહલેક ઉઠી રહી છે. શિવરાત્રી મેળામાં દૂર દૂરથી પધારેલા સંતોના દર્શન એ વિશેષ લહાવો છે.સોમવારથી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સંતોના પણ આગમન થઈ રહ્યા છે અને સંતો પોતાનું આસન ગ્રહણ કરી રહ્યા છે અને બમ ભોલ… હર ભોલે…ના નાદો ગુંજી રહ્યા છે.
જૂનાગઢમાં ભવનાથ ખાતે ગરવા ગીરનારની ગોદમાં શિવરાત્રીના મેળાનું આયોજન કરાયું છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,ગાંધીનગરનાં સંયુકત ઉપક્રમે ગીરનાર ખાતે તા. ૧૭-ર-ર૦ર૦થી તા. ર૧-ર-ર૦ર૦ દરમ્યાન યોજાનારા શિવરાત્રિનાં મેળાની ઉજવણી અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં તા. ૧૭,૧૮ અને ૧૯ના રોજ સાંજે ૭ થી ૧૧ સુધી લોકડાયરો, સંતવાણી, હાસ્યરસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મહાશિવરાત્રીના મેળાનો ભાવિકોને લાભ લેવા

error: Content is protected !!