શિવરાત્રી મેળામાં પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત

0

જૂનાગઢ, તા.૧પ
ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળો શરૂ થવાને હવે ગણત્રીના કલાકો બાકી રહ્યા છે અને તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે તો બીજી તરફ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘની સુચના માર્ગદર્શન તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પ્રોબેશ્નલ ડીવાયએસપી એમ.ડી. બારીયાના સીધા દોરવણી હેઠળ શિવરાત્રી મેળા દરમ્યાન યાત્રિકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટેના સુરક્ષા અને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ તિર્થક્ષેત્રમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ શિવરાત્રીનો મેળો યોજવામાં આવી રહેલ છે ત્યારે શિવરાત્રીનાં મેળામાં આવનારા લાખો ભાવિકોની સલામતી માટે તેમજ કાયદો અને વ્યવસ્થાની Âસ્થતી અને ટ્રાફીક નિયમન જળવાય રહે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિકોની સુખાકારી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. ભવનાથ ક્ષેત્રમાં મહાવદ નોમનાં દિવસથી ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે શિવરાત્રીનાં મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળાનાં પ્રારંભ સાથે જ ભાવિકોનો પ્રવાહ શિવરાત્રીનાં મેળામાં ઉમટી પડશે. દર વર્ષે આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય ત્યારે ચાલુ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની ધારણાં છે ભાવિકોની સલામતી માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આઈજીપી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ પ્રોબેશનર ડીવાયએસપી એમ.ડી. બારીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં અલગ-અલગ ઝોનમાં બંદોબસ્તની વહેંચણી કરવામાં આવી છે. મળતી વિગત અનુસાર ગિરનાર શિવરાત્રી મેળાને લઈને લોકોની સલામતી અને સુરક્ષા માટેનાં બંદોબસ્તમાં નાયબ પોલીસ અધિકારી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ, મહિલા પોલીસ સહિતનાં કર્મચારી, ટ્રાફિક પોલીસનાં જવાનો, હોમગાર્ડ , જીઆરડીનાં જવાનો તેમજ એસઆરપીની કંપનીઓ બંદોબસ્તમાં રહેશે ત્યારે કોઈ જાતનાં અનિચ્છનીય બનાવ ન બને તે માટેનાં સલામતીનાં તકેદારીનાં સંપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

error: Content is protected !!