શિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ

0

ગુજરાતી ફિલ્મનો જયારે સૂર્યોદય તપતો હતો ત્યારે દરેક ગુજરાતી પિકચરમાં એકાદ મેળાનું દ્રષ્ય જા ન હોય અને એકાદ ગીત ન હોય તો આ પિકચર અધુરૂં લાગે. ત્યારે અમારા જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થધામમાં શિવરાત્રી અને પરિક્રમાના મેળા દરમ્યાન મેળાનું દ્રષ્ય તો હોય છે પરંતુ તે સંતોના મેળાનું છે. ભાવિકોના મેળાનું છે અને ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ રચાતા મેળાનું છે. આવો, સહુ ભાવિકો જીવનમાં એકવાર શિવરાત્રી મેળાનો લાભ અચૂક લ્યો અને શિવજીની ભાવ, ભકિતમાં લીન બની જાઓ તેવી આ પવિત્ર ભૂમિની તાસીર છે.
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રી મેળો ધીમેધીમે જામતો જાય છે અને સવારથી મોડી રાત સુધી ભવનાથ વિસ્તારમાં ભારે ચહલપહલ જાવા મળે છે. દૂરદૂરથી આવેલા સંતોને નિહાળવા અને તેમના દર્શનનો લાભ લેવા માટે ભાવિકો ઉમટી રહ્યા છે. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની પણ જવાબદારી વધતી જાય છે. વિવિધ સુવિધાઓમાં તેમજ ભાવિકોની સલામતી માટેની વ્યવસ્થાને વધુ જબડેસલાક બનાવવામાં આવી રહેલ છે.
સોમવારથી શરૂ થયેલો શિવરાત્રી મેળો ધીમેધીમે જામી રહ્યો છે. આ મેળામાં સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ દૂરદૂરથી આવેલા વિભૂતિઓના દર્શનનો ભાવિકો લાભ લઈ રહ્યા છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારનાં લોકો પોતાના પરિવારજનોના કાફલા સાથે આ મેળો મહાલવા આવી રહ્યા છે અને જાણે તમામ રસ્તાઓ એકતરફ જ જતા હોય તેવું લાગી રહ્યું છે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રી મેળામાં રાત્રીના ધાર્મિક સ્થળોએ જાણીતા કલાકારોના સંતવાણીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મોડે સુધી ભજનની જમાવટ થતી હોય છે અને  ભાવિકો મોજથી ઝુમી ઉઠે છે. જયારે ભવનાથ ક્ષેત્રમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોમાં તેમજ ઉતારા મંડળોમાં પણ ભાવિકોને પ્રેમથી ભોજન અને પ્રસાદ લેવડાવવામાં આવે છે. અહીં કોઈ ઉંચ નીચ નથી કે કોઈ મોટું નથી કોઈ નાનું નથી, સર્વે એકસમાન છે તેમ દરેક વર્ગના લોકો દરેક સમાજ સાથે બેસી અને એક પંગતે જમણ જમતા હોય અને અનેક જગ્યાઓમાં તે જાવાનો લહાવો લેવો હોય તો આ શિવરાત્રીનો મેળો માણવો જ પડે. આ ઉપરાંત સંતોના દર્શનનો લહાવો પણ આ શિવરાત્રી મેળામાં જ મળે છે. નિજાનંદની મસ્તીમાં ખોવાયેલા સંતો, અલખનો નાદ જગાવતા સંતો, ધૂણો ધખાવી અને હર ભોલે.. જયનાદનાં નાદ ગુંજાવતા સંતો આમ ભાવિકોને પરમ તત્વોને આનંદ આવે છે. આ ઉપરાંત શિવરાત્રી મેળાની પરાકાષ્ઠા એટલે દિગમ્બર સાધુની રવાડી સરઘસ તે નિહાળવા પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. શિવરાત્રી મેળાના ત્રીજા દિવસે ભાવિકોનો પ્રવાહ સતત ભવનાથ તરફ જઈ રહ્યો છે અને ભજન, ભોજન અને ભકિતની સરવાણી વહેતી થઈ છે. એ… મનખા…. હાલ્ય હવે મેળે….

error: Content is protected !!