જૂનાગઢ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં સંડોવાયેલા રપ શખ્સો સામે કાર્યવાહી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા વાહન ચેકીંગ તથા એરિયા ડોમીનેશન કરી, પ્રોહીબિશન અને વોરંટ બજાવવા સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ આપવામાં આવી છે. જેનાં ભાગરૂપે જૂનાગઢ શહેરના વિસ્તારોમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન ઇન્ચાર્જ પીઆઈ જે.પી.ગોસાઈ, પી.એસ.આઈ. વી.કે. ઉંજિયા, હે.કો. વિક્રમસિંહ, ભૂપતસિંહ, અનકભાઈ, દિનેશભાઇ, મોહસીનભાઈ, વિકાસભાઈ સહિતના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી દરમ્યાન આશરે ૨૫ જેટલા ઇસમોને પ્રોહીબિશન પીધેલા, કેફીપીણું પી ને વાહન ચલાવતા તથા નોન બેલેબલ વોરંટની બજવણી કરી ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ પ્રોહીબિશન પીધેલા, કેફી પીણું પીને વાહન ચલાવતા તથા બિન જામીનલાયક વોરંટના ૨૫ જેટલા આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ ગંભીર ગુન્હાના આરોપીઓ હોવા છતાં નામદાર કોર્ટમાં હાજર થતા ન હતા. એક સાથે આટલા બધા આરોપીઓની ધરપકડ થતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું લોકઅપ હાઉસ ફુલ થઈ ગયેલ હતું. આ તમામ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવેલ હતા.

error: Content is protected !!