જૂનાગઢમાં વાસી ખોરાક વેંચતા વેપારીઓને મનપાએ દંડ ફટકાર્યો

0

જૂનાગઢ મનપાની ટીમે શહેરનાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ખાણીપીણીના વેપારીને વાસી ખોરાક વેંચવા બદલ મસમોટો દંડ ફટકાર્યો હતો. તેમજ ગંદકી કરવા બદલ બેંકને પણ દંડ કરાયો છે. આ અંગે મનપાના આસી. કમિશ્નર ઓફ ટેક્ષ પ્રફુલ કનેરીયાએ જણાવ્યું હતું કે, કમિશ્નર તુષાર સુમેરાની સૂચના અને ડીએમસી જે.એન. લીખીયાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ ટેક્ષ અને શોધ શાખાનાં સ્ટાફને સાથે રાખી શહેરનાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા વાસી બ્રેડ અને પાઉં વેચવા બદલ જલારામ વેકરીને ૧૦,૦૦૦, ખુલ્લામાં ખાદ્ય પદાર્થ વેચવા પદાર્થ વેચવા બદલ ઓમ ચાઈનીઝને રૂ.ર,૦૦૦ તેમજ એકસપાયરી ડેટ વિનાના શ્રીખંડ વેચવા બદલ પ્રસંગ અમુલ શોપને રૂ.પ૦૦૦ અને મંત્ર ગીરીરાજ અમુલ શોપને રૂ.ર,પ૦૦ તેમજ જલારામ ફરસાણને બળેલું ઓઈલના ઉપયોગ બદલ રૂ. ૧,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. જયારે એચડીએફસી બેંકને જાહેરમાં કચરો ફેંકવા બદલ રૂ. પ૦૦નો દંડ કરાયો હતો આમ કુલ મળી રૂ. ર૧,૦૦૦નો દંડ વસુલ કરાયો છે. જયારે બળેલું તેલ, વાસી ખોરાકનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો. કોરોના વાયરસનાં પગલે ગંદકી કરનાર તેમજ વાસી ખોરાક વેંચનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પ્રફુલ કનેરીયાએ જણાવ્યું હતું.

error: Content is protected !!