જૂનાગઢમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવા લોકોને અપીલ

0

છેલ્લાં કેટલાંક દિવસોથી ભારત દેશ અને વિશ્વનાં દેશોમાં કોરોનાં વાયરસનાં ગંભીર રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે ગુજરાતમાં પણ આ રોગચાળાને લઈને સુરક્ષાનાં અને આરોગ્યવિષયક પગલાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યાં છે. ગઈકાલે રાજયભરમાં રાત્રીનાં ૧ર વાગ્યાથી લોકડાઉનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ લોકડાઉનનો સમગ્ર ગુજરાત ચુસ્તપણે અમલ કરે તેવી ગુજરાત રાજયનાં પોલીસવડાએ અપીલ કરી છે. દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ લોકડાઉન પ્રવર્તી રહ્યો છે ત્યારે આમ પ્રજાએ પોતાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી અને ઘરમાં જ સુરક્ષિત રહે તેવી અપીલ જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર દ્વારા કરવામાં આવી છે અને બંને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું તેવું પણ જણાવેલ છે.
ગઈકાલ રાત્રીથી જ જૂનાગઢ શહેર તથા જીલ્લા સહિત રાજયભરમાં લોકડાઉનનો પ્રારંભ થઈ ચુકયો છે આજે સવારથી જ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ધંધા-રોજગાર સહિતની વ્યવસાયિક કામગીરી બંધ રહી હતી. જૂનાગઢ શહેરનાં બજારો પણ બંધ રહ્યાં હતાં. બીજી તરફ લોકોની અવરજવર ઉપર પણ અસર પહોંચી હતી અને મોટાભાગનાં લોકો લોકડાઉનનાં અમલ અનુસાર ઘરથી બહાર નીકળવાનું ટાળતા હતા અને જે લોકો ઘરની બહાર અવરજવર કરી રહ્યાં છે તેવા તમામ લોકોને જીલ્લા પોલીસતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકડાઉનનો ચુસ્તપણે અમલ એ લોકોને માટે અને નાગરીકો માટે અને ખુદ પોતાની સલામતી છે. તેઓએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીનાં સામનો કરવા દરેક લોકોએ કટીબધ્ધતાપૂર્વક લોકડાઉનનો અમલ કરવો જરૂરી છે. ખાસ કરીને લોકો ઘરમાં જ રહીને પોતે પણ સુરક્ષિત રહી શકે છે અને આ મહામારીનો સામનો પણ કરી શકે છે. બીનજરૂરી અવરજવર કરવી નહીં તેવો પણ સંદેશો આપેલ છે. આ ઉપરાંત આવશ્યક સેવાઓ જેવી કે શાકભાજી, દુધ, કરીયાણું, મેડીકલ સહિત જે સેવાઓને આ લોકડાઉનમાં છુટ આપી છે. તેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને ફરી એકવાર લોકોએ લોકડાઉનનું પાલન કરે તે જરૂરી છે. આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજા કે જેઓ પણ આમ સમાજ સાથે સતત સંપર્કમાં રહી અને ગમે તેવી પરિÂસ્થતીમાં પણ લોકોને સમજાવટ ભરી અને કુનેહતાપૂર્વક પોલીસ પ્રજાનો મિત્ર છે તે રીતે કામગીરી દાખવી રહ્યાં છે તેઓએ પણ જૂનાગઢ શહેર અને જીલ્લાનાં લોકો લોકડાઉનનું પુરેપુરૂં પાલન કરે, તંત્રને સહયોગ આપે અને તેઓએ લોકોને સંદેશો પાઠવ્યો છે કે આપણે પણ સુરક્ષિત રહીએ અને આપણાં સમાજને પણ સુરક્ષિત રાખીએ તેવો સંદેશો આમજનતાને પાઠવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને જૂનાગઢ શહેર અને જીલ્લા પોલીસતંત્રનો સ્ટાફ સતત ખડેપગે રહી અને લોકોની સુરક્ષા અને સલામતી માટે આવકાર્યભર્યા પગલાં ભરી રહ્યાં છે. એટલું જ નહીં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને પણ સાર્થક કરી રહ્યાં છે. કોરોનાં વાયરસનાં ગંભીર રોગચાળા સામે પણ લોકોને સતત જાગૃત કરવાની કામગીરી અને લોકોને અપીલ સાથે સતત પેટ્રોલીંગ કરી અને મોડી રાત્રી સુધી સતત કાળજી લઈ રહ્યાં છે તેવાં પોલીસ વિભાગનાં અધિકારીઓ, જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા, જીલ્લા પંચાયતનાં પદાધિકારીઓ વગેરે તેમજ જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ હોÂસ્પટલનો સ્ટાફ વગેરેની કામગીરી પણ સતત સારી રહી છે અને તેમને આવકારવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા માહિતી કચેરીનાં અધિકારી અર્જુન પરમાર અને તેમની ટીમ તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયાનાં પત્રકારબંધુઓ, અખબારનાં તંત્રીશ્રીઓ અને પ્રિન્ટ મિડીયાનાં સંવાદદાતાઓ, સતત કાર્યરત રહેલું ઈલેકટ્રોનિકસ મિડીયા જગત પણ પોતાના કર્મશીલ કાર્યને લઈને કાબીલેદાદ કામગીરી કરી રહેલ છે.

error: Content is protected !!