ઈટાલીમાં એકજ દિવસમાં વધુ ૭૪૩નાં મોત સાથે મૃત્યુઆંક ૬૮ર૦

રોમ તા. રપ
ઈટાલીમાં મંગળવારે એક જ દિવસમાં ૭૪૩નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૬૮૨૦ થઈ ગયો છે. જયારે ૫,૨૪૯ નવા કેસો સાથે કુલ ૬૯,૧૭૬ કેસ નોંધાયા છે. ઈટાલીમાં ફેબુ્રઆરીમાં કોરોનાથી સૌપ્રથમ મોત થયું હતું અને માત્ર બે જ મહિનાના સમયમાં ઈટાલીમાં મૃત્યુઆંક ચીન (૩૨૭૭) કરતાં વધી ગયો છે. ઈટાલી પછી યુરોપમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ સ્પેનની છે જયાં સતત મૃત્યુઆંક અને કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના ૧૦,૦૦૦ કેસ નોંધાયા હતા.

Leave A Reply