કોરોનાથી દેશનાં અર્થતંત્રને રૂ. ૯ લાખ કરોડનું નુકશાન – આર્થિક પેકેજ જાહેર કરાશે

0

મુંબઈ તા. ર૬
ભારતના અર્થતંત્ર ઉપર અણધારી આફત આવી પડી છે. એક તરફ આર્થિક વિકાસ દર છેલ્લા ત્રણ કવાર્ટરની છ વર્ષમાં સૌથી નીચો હતો ત્યારે કોરોના વાયરસના કારણે વૈશ્ચિક મંદીની આફત ઉપરાંત ભારતમાં પણ મંદી આવી શકે છે. કેન્દ્ર સરકાર પોતાની રીતે આ મંદીની અસરો ખાળવા માટે પેકેજ બનાવી રહી છે, રિઝર્વ બેંક વ્યાજનો દર પણ ઘટાડી શકે છે પણ જે નુકશાન અંદાજીત છે તેની સામે આ પેકેજ સક્ષમ સાબીત થશે એવો ભય છે.
ભારતનાં અર્થતંત્રને બ્રિટીશ કંપની બાકર્લીઝ રૂ.૯ લાખ કરોડનો ફટકો અંદાજે છે તો ભારતની ક્રેડીટ રેટીંગ એજન્સી કેર રૂ.૧૧ લાખ કરોડનો ફટકો અંદાજે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારનું પેકેજ રૂ.૧.૫૦ લાખ કરોડથી રૂ.૨.૩૦ લાખ કરોડનું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને હવે આંકડો ૬૦૦ને પાર થઈ ગયો છે. મૃત્યુઆંક ઓછો છે પણ દેશમાં કોમ્યુનીટી સ્પ્રેડ જોવા મળી રહ્યો છે. વાયરસનો વ્યાપ વધે નહી એટલે ભારત સરકારે ૨૧ દિવસ આવશ્યક ચીજો સિવાય બધું જ લોકડાઉન કર્યું છે. કોઈ પ્રવૃતિ નહી. આ ઉપરાંત, સેંકડો કંપનીએ બજારો બંધ હોવાથી પોતાનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. નાના માણસો અને રોજમદારી ઉપર નોકરી કરતા લોકોમાં વતન તરફ હિજરત પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે પેકેજથી જે અસર થાય તેના કારણે દેશનો આર્થિક વિકાસ ફરી પાટે ચડતા સમય લાગશે એવી પણ વિશ્લેષકોની આગાહી છે.
વિશ્વના અગ્રણી એવા ભારતના અર્થતંત્ર ઉપર આ લોકડાઉનની ભારે અસર પડી શકે એવી આગાહી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે, જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં દેશો આર્થિક વિકાસ વધવાના બદલે સંકોચાઈ જશે, ઘટી જશે કે નેગેટીવ આવશે. વધારે ચિંતા એની છે કે દેશમાં સંગઠીત કરવા અસંગઠીત ક્ષેત્રનો હિસ્સો વધારે છે. વધુ લોકો સામાજીક છત્ર સિવાયની નોકરી કે કામકાજ કરે છે અનેતેના કારણે પુર્વવત સ્થિતિ માટે સમય લાગશે. એવું પણ બની શકે કે વિકાસ દર માત્ર એક જ કવાર્ટર નહી પણ સમગ્ર વર્ષ ૨૦૨૦-૨૧માં ધીમો રહે.

error: Content is protected !!