વિરપુર જલારામ ધામ ખાતે જરૂરીયાતમંદોને માટે અન્નક્ષેત્ર ખુલ્લું જ રહેશે ઃ પૂ.રઘુરામબાપા

(જગડુશા ડી.નાગ્રેચા દ્વારા) જૂનાગઢ તા.ર૬
સૌરાષ્ટ્રનું યાત્રાધામ અને રઘુવંશી લોહાણા સમાજ જ નહીં પરંતુ દરેક વર્ગનાં લોકો માટે આસ્થાનું કેન્દ્ર અને જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોની ઉચ્ચ ભાવના બિરાજમાન છે અને ભગવાને જ્યારે આકરી કસોટી કરી હતી. તેવા વિરપુર ગામનાં સંત પૂજય જલારામબાપાએ આ કસોટીમાંથી સાંગોપાર થયાં હતા અને સાધુ સ્વરૂપે આવેલાં પરમકૃપાળુ પરમાત્માએ તેમની ભÂક્ત ઉપર પ્રસન્ન થયા હતા અને જાડી અને ધોકો જગ્યાને અર્પણ કરેલ. માતૃશ્રી વિરબાઈમાં અને સંત શિરોમણી જલારામ બાપાનાં ધામ એવા વિરપુર જલારામધામનાં ગાદીપતિ પૂજયશ્રી રઘુરામબાપાનાં માર્ગદર્શન અને સાંનિધ્યમાં આ મંદિરમાં કોઈપણ જાતનાં ભેદભાવ વિનાં અહીં આવનારા ભાવિકોને પ્રેમથી પ્રસાદ પિરસવામાં આવે છે. આ જગ્યા ઉપર કોઈ ભુખ્યું રહેતું નથી. દેશ ઉપર જયારે-જયારે આપત્તિ આવે છે અને જયારે પણ મદદની જરૂર હોય છે ત્યારે દાનની સરવાણી સતત વહેતી કરવામાં આવે છે. ત્યારે વિરપુર જલારામ મંદિરનાં ઉત્તરાધિકારીઓ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. હાલ પણ કસોટીનાં કપરા કાળ દરમ્યાન દાનની મોટી રકમ વિરપુર જલારામ ધામ તરફથી મુખ્યમંત્રી રાહતફંડમાં ફાળવવામાં આવી છે. એટલું જ નહીં ગાદીપતિ પૂજય રઘુરામબાપાએ જણાવ્યું હતું કે વિરપુર જલારામધામ ખાતે આવનારા ભાવિકોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં સંત શિરોમણી પૂજય જલારામબાપાએ જે ચિલ્લો પાર્થયો છે તે રોટલો ત્યાં હરી ઢુકડોની ભાવનાને આજે પણ સાર્થક કરવામાં આવી રહી છે. આજે કોરોનાં વાયરસનાં સંભવિત ખતરાનાં સમયગાળામાં ભારે સંકટ ચાલી રહ્યું છે ત્યારે જરૂરીયાતમંદ લોકોને માટે અન્નક્ષેત્ર સતત ચાલી રહ્યું છે અને ચાલું રહેશે. તેમજ તબીબી અને આરોગ્ય સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. પ્રસાદ લેનાર વ્યકિત કોઈનો સંપર્ક કે સ્પર્શ ન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ પ્રસાદ લેનાર વ્યકિત વચ્ચે અંતર ત્રણ ફુટનું રાખવામાં આવી રહ્યું છે. તેવો નિર્દેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિરપુર ધામ ખાતે ઘણાં વર્ષોથી ભાવિકો પાસેથી કોઈ રકમ-ભેટ Âસ્વકારવામાં આવતી નથી અને મંદિર તરફથી સતત અન્નક્ષેત્ર પૂજય જલારામબાપાની કૃપાથી અવરીત પણે ચાલી રહ્યું છે. તમામ ગરીબો માટે જલારામ મંદિરનાં દ્વાર ખુલ્લા જ રહેશે તેમ જણાવ્યું હતું.

Leave A Reply