કોરોના સામેનું શ્રેષ્ઠ સુરક્ષા કવચ તમારૂં ઘર : ઘરમાં રહો અને સુરક્ષિત રહો

0

લોકડાઉનમાં કોરોના વાયરસનાં પ્રવેશને લોક કરવાનું અને કોરોનાની સામે જીતવાનો એક જ ઉપાય છે. લોકોને મળવાનું ટાળીએ અને આપણે ઘરમાં જ રહીએ તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરીએ તો જ કોરોનાનો ચેપ આગળ વધતો અટકાવી શકીએ પણ જા તમે તમારી શેરી, ચાલી, પોળ, મહોલ્લો કે સોસાયટીમાં ભેગા થયા અને ટોળે વળ્યાં તો બે જાખમ ઉઠાવો છે.
એક તો કોરોનાના ચેપનું જાખમ અને બીજું કલમ ૧૪૪ ભંગનું જાખમ અને એટલા માટે જ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. કોરોના સામેનાં જંગમાં શ્રેષ્ઠ સુરક્ષા કવચ એટલે તમારૂં ઘર છે. લોકડાઉનનાં સમયમાં આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરીએ ફરજ બજાવી રહેલા તમામ કર્મીઓ કે જે તમારી સુરક્ષા માટે કાર્ય કરી રહ્યાં છે. તેઓને સહકાર આપીએ તેમજ સરકારની સુચના તેમજ તમારા વિસ્તારમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ, આરોગ્ય, જીઈબી, ટેલીફોન, ગેસ વિતરકો, અનાજ, શાકભાજી, દૂધ, અખબારોનાં પત્રકારો તમારી સુરક્ષા માટે ખડેપગે છે ત્યારે તેઓની સુચના તેમજ લોકડાઉનને સંપૂર્ણ સમર્થન આપીએ.

error: Content is protected !!