ફરજની સાથે-સાથે સેવાનો ધર્મ બજાવી રહેલાં સેવાનાં મહારથીઓને સલામ.. ધન્યવાદ..

0

કોરોનાનાં ગંભીર રોગચાળા સામે જૂનાગઢ સહિત ભારતભરમાં એક ઠંડુ ગૃહ યુધ્ધ ચાલી રહ્યું છે. લોકોની જાગૃત્તિ, સલામતી અને સુરક્ષા સાથે આ ગંભીર રોગચાળાનો ચેપ ફેલાતો અટકાવવાનાં શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પોલીસતંત્રથી લઈ વહીવટી તંત્ર અને જુદાં-જુદાં વિભાગમાં ફરજ બજાવી રહેલાં તમામ કર્મચારીઓને કપરી પરિસ્થિતિમાં ફરજની સાથે-સાથે સેવાનો ધર્મ બજાવતાં ગૌરવની લાગણી અનુભવવામાં આવે છે અને સાથે જ આવા સેવાનાં મહારથીઓને લાખ..લાખ..ધન્યવાદ પણ પાઠવવામાં આવી રહ્યાં છે. કોરોનાની કટોકટીનાં આ સમયમાં એક તરફ લોકોમાં ભય ફેલાયો છે. સરકાર પણ ચિંતીત છે તેવા કટોકટીનાં આ સમયમાં એક તરફ ફરજ છે તો બીજી તરફ લોકોને જાગૃત કરવા તેની સંભાળ લેવા અને લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવા માટે સમજાવવા તેમજ સાથે જ જરૂરીયાતવાળા લોકોને મદદ પણ કરવી આવી એક સાથે ઉભી થયેલી પરિસ્થિતિ એટલે કે ચારે દિશામાંથી આવતી સમસ્યાઓની વચ્ચે પણ પોતાનાં કર્તવ્ય (ડ્યુટી)ની સાથે જ સેવાની પણ કામગીરી સુપેરૂં બજાવવી એ ખુબ જ કઠીન કાર્ય છે. પરંતુ તેમ છતાં કેન્દ્ર સરકાર અને મંત્રી મંડળ રાજય સરકાર અને મંત્રી મંડળ તેમજ પ્રજાનાં પ્રતિનિધીઓ, જીલ્લાનાં વરિષ્ઠ અધિકારી પછી તે પોલીસ વિભાગ, જીલ્લા વહીવટી તંત્ર, મનપા તંત્ર, તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા કર્મીઓ, વિવિધ સરકારી કચેરીમાં કામ કરતાં કર્મચારીઓ માહીતી વિભાગ તેમજ મીડીયાનાં કર્મચારીઓ, પત્રકારો, અખબારો વગેરે તમામ વિભાગો જે તે વિસ્તારમાં ધારાસભ્યો, સાંસદો, પ્રજાના પ્રતિનિધિઓ, કોર્પોરેટર સહીત દરેક ક્ષેત્રનાં લોકોની આજે દેશને જરૂર છે મદદની. તેવા કપરા અને કટોકટીનાં સમયમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ પણ બજાવે છે અને આપણા સૌને માટે જાગૃત્તિનો ઝંડો પ્રસરાવી ફરજ અને સેવા બંનેની કામગીરી પૂર્ણપણે નિભાવતા તમામ ફરજ નિષ્ઠ અને સેવાકર્મીઓ ધન્યવાદને પાત્ર છે તેઓને સલામ….

error: Content is protected !!