ભિક્ષુક અને મંદબુધ્ધિની વ્યકિતની દાઢી કરી બનાવ્યાં મિ.ક્લિન

0

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ સામે શરૂ થયેલાં મહાયુધ્ધમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે. આવી સ્થિતીમાં એક તરફ સુરક્ષાની ફરજ બજાવવી અને બીજી તરફ માનવ સેવાનો ધર્મ પણ અદા કરવાની નમુનારૂપ કામગીરી જૂનાગઢ શહેર અને જીલ્લાનું પોલીસતંત્ર કરી રહેલ છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.પી.ગોસાઈ અને તેમની ટીમ દ્વારા શહેરમાં જુદાં-જુદાં વિસ્તારમાં રહેલાં નિરાધાર, આશ્રય વિનાનાં ભિક્ષુક તેમજ મંદબુધ્ધિ નાં મળી કુલ ૧૬ જેટલી વ્યકિતઓને બાલ-દાઢી સહિતની કામગીરી કરી અને તેઓને નવડાવી અને મિસ્ટર ક્લિન બનાવ્યાની પ્રશંસારૂપ કામગીરી કરવામાં આવી હતી. સૌથી મોટા માનવધર્મનીને સાર્થક કરતી એ ડીવીઝન પોલીસની કામગીરીની ચારેકોર સરાહના કરવામાં આવી રહી છે.
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લાનું પોલીસતંત્ર ઉમદા ફરજની સાથે-સાથે માનવ સેવાની કામગીરી પણ સતત પોલીસતંત્ર કરી રહેલ છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની ખતરનાક બિમારીની સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર થયેલાં લોકડાઉનનું લોકો ચુસ્તપણે અમલ કરે તેવાં પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યાં છે. આ લોકડાઉન દરમ્યાન પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં ઘડીનાં છઠ્ઠા ભાગમાં જૂનાગઢની પોલીસ મદદ માટે પહોંચી જાય છે. કાયદાની કપરી ફરજની સાથે-સાથે લોકોનાં આરોગ્યની જાળવણી અને તેઓનાં સ્વાસ્થયની પણ કામના શહેર અને જીલ્લાની પોલીસ કરી રહેલ છે. આ ઉપરાંત ગુમ થયેલાં લોકોની ભાળ મેળવવી, છુટ્ટાં પડેલાઓને પરિવાર સાથે મિલન કરવું, જરૂરીયાતમંદ ગરીબ કુટુંબોને ખોરાકથી માંડીને સહાયો પુરી પાડવી જેવી કામગીરી તો કરી જ રહી છે અને તેમાં ઉચ્ચ અધિકારીઓની સતત માર્ગદર્શન પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. દરમ્યાન જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આશરા વિનાનાં નિરાધાર અને ખાસ કરીને મંદબુધ્ધિ તેમજ ભિક્ષુકો પ્રત્યે અજબ પ્રકારની સંવેદનશીલતા દર્શાવી અને તેમનાં પ્રત્યે સેવાની ભાવનાથી માનવધર્મ એ ડીવીઝન પોલીસે બજાવેલ છે. એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.પી.ગોસાઈ, સ્ટાફનાં વિક્રમસિંહ, અનકભાઈ, સુભાષભાઈ, પ્રવિણભાઈ સહિતનાં સ્ટાફે ગઈકાલે જૂનાગઢ શહેરમાંથી ભિક્ષુક અને મંદબુÂધ્ધવાળાં ૧૬ જેટલાં વ્યકિતઓને લાવી અને તેઓને મિસ્ટર ક્લિનનું રંગરૂપ આપી અને ભારે મોટો માનવધર્મ દર્શાવ્યો હતો. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.પી.ગોસાઈએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે કોરોના વાયરસની સામે સાવચેતીનાં પગલાનાં ભાગરૂપે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનની આ Âસ્થતી દરમ્યાન સામાન્ય માનવી રીતે પોતાની અને પોતાનાં પરિવારની તેમજ આસપાસનાં લોકોની પણ કાળજી લેતો હોય છે. ત્યારે અમે અને અમારો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યાં છીએ ત્યારે જુદાં-જુદાં વિસ્તારોમાં સાવ નિરાધાર અને જેનું કોઈ ન હોય તેવી વ્યકિત ખાસ કરીને ભિક્ષુકો તેમજ મંદબુધ્ધિવાળા કે જેમને આવા દિવસોમાં કેમ જીવન ગુજારવું તે મોટો પ્રશ્ન છે ? આ બાબત અમારા ધ્યાન ઉપર આવી જતાં અમને અનેરી સેવા કરવાનો મોકો પ્રાપ્ત થયો હતો. જૂનાગઢ શહેરમાંથી ૧૬ જેટલી વ્યકિતઓને અમે સૌપ્રથમ તો તેઓનાં બાલ-દાઢી કરી તેમજ નખ કાપી દિધાં અને ત્યારબાદ તેમને નવડાવ્યાં, નવા કપડાં પહેરાવ્યાં એટલું જ નહીં તેમને સેનીટાઈઝ કર્યા અને સ્વચ્છ બનાવ્યાં. આ ઉપરાંત તેમને ડાયફ્રુટ તેમજ પોષ્ટિક ખોરાકની પણ વ્યવસ્થા કરી દિધી હતી અને આ કામગીરીથી અમોને ખુબ જ સંતોષ પણ થયો છે તેમ જણાવ્યું હતું.
જૂનાગઢ એ ડીવીઝન પોલીસની માનવતાનાં ધર્મની શિરમોર સમી આ કામગીરીને ચારેકોરથી ભારે પ્રશંસા અને સરાહના કરવામાં આવી રહી છે. દિલથી લોકો તેને શાબાશી આપી રહ્યાં છે. ખાસ કરીને નિરાધાર જેવી અવસ્થામાં રહેતાં આ લોકો તેમજ મંદબુધ્ધિનાં લોકોને બાલ-દાઢી તેમજ નખ કાપવા તેમને નવડાવવાં માટે તૈયાર કરવાં એ અતિ મુશ્કેલભરી કામગીરી હોય છે, નાનાં બાળકને સમજાવવા માટે જે રીતે પ્રયત્નો કરવા પડે છે તેવા પ્રયત્નો અમારે કરવાં પડતાં હોય છે. પરંતુ એ ડીવીઝન પોલીસનાં સુપર કાઉન્સેલીંગની કામગીરી ધન્યવાદને પાત્ર છે.

error: Content is protected !!