લોકડાઉનનાં સમયમાં સાંસદો, ધારાસભ્યો પોતાનો ત્રણ માસનો પગાર સીએમ રાહતફંડમાં આપે

0

કોરોના વાયરસને લઈ વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ર૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરેલ હોય અને હજુ પણ કોરોનાની સ્થિતી ગંભીર હોવાથી કદાચ હજુ પણ લોકડાઉનની મર્યાદા વધારવામાં આવે તેવી શકયતા છે. આવી સ્થિતીમાં હાલ નાના મોટા તમામ ધંધાઓ બંધ છે. દુકાનો, કારખાનાઓ સહીતનાં નાના મોટા ઉદ્યોગો પણ બંધ છે. અને આથી કારીગર અને શ્રમીક વર્ગ સાવ બેકાર બની ગયો છે. રોજેરોજનું રળી ખાતા લોકોની સ્થિતી સાવ દયનીય બની જવા પામી છે. સામાન્ય અને ગરીબ વર્ગને જીવન જીવવું દોહલ્યું બની ગયુ છે. મધ્યમ વર્ગની સ્થિતી પણ સુડી વચ્ચે સોપારી જેવી બની ગઈ છે. હાલ મોટા ઉદ્યોગપતિઓ, મંદીર, ધર્મસ્થાનો સહીતનાં સંસ્થાનો વડાપ્રધાન અને મુખ્યમંત્રીનાં રાહતફંડમાં દાનની સરવાણી વહેડાવી રહયા છે. ત્યારે ધારાસભ્યો અને સાંસદોની પણ લોકોનાં હિતમાં પ્રાથમિક ફરજ બની રહે છે. ત્યારે સાંસદો અને ધારાસભ્યો પાસેથી પણ ત્રણ માસનો પગાર મુખ્યમંત્રી અને વડાપ્રધાનનાં રાહતફંડમાં જમા કરાવવો જાઈએ એવી દેશની પ્રજામાંથી લાગણી સાથેની માંગણી ઉઠવા પામી છે. કારખાના, વેપારીઓની દુકાનો બંધ છે, કામકાજ બંધ છે જેનાથી મધ્યમવર્ગને નુકશાન થઈ રહયું છે.

error: Content is protected !!