જૂનાગઢની જાણીતી ત્રિમૂર્તિ હોસ્પીટલમાં સારવાર માટે આવેલા માસુમ બાળકને નવજીવન મળ્યું

0

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં સેવાકીય ક્ષેત્રે શીરમોર સમી અને જાણીતા ડોકટર ડી.પી. ચીખલીયાનાં વડપણ હેઠળની ત્રિમૂર્તિ હોસ્પીટલમાં બટન બેટરી ગળી ગયેલા એક માસુમ બાળકને જીવતદાન આપવાની કામગીરી સફળ રીતે સંપન્ન થઈ છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર આજથી બે દિવસ પહેલા ખુબ જ નબળી આર્થિક પરિસ્થિતીવાળા એક માસુમ બાળકને ડો. ડી.પી. ચીખલીયાની ત્રિમૂર્તિ હોસ્પીટલ ખાતે લાવવામાં આવેલ હતો. અહી આવ્યા બાદ કેસની ગંભીરતાને લઈ તાત્કાલીક તેનું પરીક્ષણ કરી અને સારવાર આપવામાં આવી હતી. ડો. અમિત ભુવા, એનેસ્થેટીક ડો. દિલીપ ચોથાણી, ટેકનીકલ આસીસ્ટન્ટ ચિંતન ચોવટીયા, શ્રીમતી સુનિતા, શ્રીમતી ચંદાણીની ટીમે ડો. ડી.પી. ચીખલીયાનાં માર્ગદર્શન હેઠળ એન્ડોસ્કોપીનાં ઓપરેશનથી બાળકનાં ગળામાંથી બેટરી બટન કાઢી તેમને જીવતદાન આપ્યું હતું.

error: Content is protected !!