કોરોનાની મહામારીમાંથી વિશ્વને રાહત મળે તે માટે સોમનાથના ભુદેવોએ અભિષેક સાથે જાપયજ્ઞ કર્યા

0

સમગ્ર વિશ્વને કોરોના મહામારીના સંકટમાંથી શાંતિ મળે તે હેતુસર પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે વસતા ભુદેવો દ્વારા જાપયજ્ઞ કરી પ્રાર્થના કરી છે. કોરોના મહામારીને પગલે વિશ્વમાં દહેશત ફેલાઇ છે ત્યારે આ મહામારીથી બચવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયેલ છે ત્યારે શાસ્ત્ર અનુસાર લોકો ઠેકઠેકાણે દેવી-દેવતાઓની પુજા, અભિષેક અને જાપયજ્ઞ કરી ભારતભરમાં તેમજ વિશ્વ આખુ આ મહામારીના સંકટથી શાંતિ મળે તેવી ભુદેવો પ્રાર્થના કરી રહેલ છે. સોમનાથના સ્થાનીક ભુદેવો દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે જેમાં અનેક ઔષધીઓથી મહાદેવનો અભિષેક કરી તેનું નિર્માલ્ય જળથી સોમનાથ-પ્રભાસ પાટણ આખા ગામને ફરતી ધારાવાળી અને સુતર વેશટન કરવામાં આવેલ અને મહાદેવને મંત્રોચ્ચાર વડે માત્ર સોમનાથ કે ગુજરાત નહી સમગ્ર ભારત દેશ સહીત વિશ્વમાં આ મહામારીના સંકટનો નાશ થાય તેવી પ્રાર્થના કરવામાં આવેલ હોવાનું સ્થાનીક તીર્થ પુરોહિત અનીરૂધ્ધ પાઠક દ્વારા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!