લોકડાઉન : એપ્રિલનાં અંત સુધી અંશતઃ અમલી બનાવવામાં આવે તેવી શકયતા

0

તા.૧૪ એપ્રિલ લાકડાઉનનો છેલ્લો દિવસ છે અને તા.૧પથી લાકડાઉન ઉઠાવવામાં આવશે તે અપેક્ષિત છે, પરંતુ આ લાકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં નહીં આવે. તેના માટે ગુજરાત સરકાર વ્યૂહાત્મક પદ્ધતિથી અમલ કરશે તેવું રાજ્યસરકારના ખૂબ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર હાલ એક માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે અને તેના પરથી ગુજરાત સરકાર પોતાનો વ્યૂહ નક્કી કરશે. એક ડોઝિયર શનિવારે વડાપ્રધાન કાર્યાલયને ગુજરાત સરકાર સોંપશે સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાને દરેક રાજ્યોને આ માટે પોતાના મંતવ્યો અને તૈયારીની રૂપરેખા રજૂ કરવા જણાવ્યું છે અને તે અંગેનું એક ડોઝિયર શનિવારે વડાપ્રધાન કાર્યાલયને ગુજરાત સરકાર સોંપી દેશે. જેના ઉપરથી ગુજરાત સરકારની કેટલી તૈયારી છે તે કેન્દ્ર સરકાર ચકાસીને આગળના આદેશ આપશે. આ ડોઝિયરમાં ગુજરાતના જે તે વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને આગામી દિવસોમાં ચેપના વ્યાપની સંભાવનાનો પણ ચિતાર રજૂ કરવામાં આવશે. સૂત્રોએ ઉમેર્યું કે એવું શક્ય છે કે ગુજરાતમાં તા.૧પ એપ્રિલએ સંપૂર્ણ લાકડાઉન ઉઠાવી લેવાને બદલે જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધુ સંખ્યામાં છે અથવા જે વિસ્તારો ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ ઝોનમાં રખાયાં છે ત્યાં લાકડાઉનનું પાલન અન્ય એક કે બે અઠવાડિયા માટે કરવાનું રહેશે. આ ઉપરાંત અમુક વ્યાપાર ધંધા સિવાય જોખમી ગણી શકાય તેવા વ્યાપાર ધંધાને હજુ પરવાનગી ન પણ મળે. પાનના ગલ્લા કે અન્ય એવાં એકમો જ્યાં ચેપના ફેલાવાનું જોખમ વધી શકે છે તેના ઉપરના નિયંત્રણો હજુ ચાલું રહે તેવી પણ શક્યતા નકારી શકાય નહીં. જો કે લોકોની સામાન્ય મુવમેન્ટ ઉપરથી અમુક પ્રકારના નિયંત્રણો વધી શકે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરાશે તેવી બાંહેધરી પણ આ તમામ એકમો પાસેથી લેવામાં આવશે.  સરકાર અને પોલિસના કર્મચારીઓ લાકડાઉન ઉઠાવ્યાં બાદ આવાં વ્યાવસાયિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરશે.  અર્થાત એપ્રિલ મહિનાના અંત સુધી અંશતઃ લાકડાઉનનું પાલન થતું રહેશે. ગુજરાત સરકારને એક-બે દિવસમાં આ માટેની સંપૂર્ણ ગાઇડલાઇન કેન્દ્ર સરકાર પાસેથી મળી જાય તેવી શકયતા છે.

error: Content is protected !!