જૂનાગઢ એ ડીવીઝન પોલીસની ઝુંપડપટ્ટી વિસ્તારનાં લોકોને મદદ : ફુડ પેકેટોનું વિતરણ કરાયું

0

જૂનાગઢનાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈનસ્પેકટર જે.પી.ગોસાઈ અને તેમની ટીમ દ્વારા ફરજની સાથે-સાથે ઝુંપડપટ્ટી વિસ્તારમાં જરૂરીયાતમંદોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. આ અંગેની મળતી વિગત અનુસાર હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસનાં લીધે લોકડાઉન હોય અને પોલીસ આ લોકડાઉનની અસરકારક અમલવારી કરાવવા માટે ર૪ કલાક બંદોબસ્તમાં રોકાયેલ હોય તેવા સમયે આ લોકડાઉનનાં લીધે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ લોકો કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ હોય જેથી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા આવા જરૂરીયાતમંદ પરીવારોને આવા કપરા સંજાગોમાં ભોજનની વ્યવસ્થા કરાવવા અને જે લોકો જ્યાં છે. ત્યાં જ રહે તેનો અસરકારક અમલ કરાવવા સુચનાઓ કરેલ હોય. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર જે.પી.ગોસાઈ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.ડી.વાઢેર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર વી.કે.ઉંજીયા તથા વી.આર. ચાવડા, આર.જી. મહેતા તથા પોલીસ સ્ટાફ દ્વારા એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહેતાં બાળકો, વૃધ્ધો તથા જરૂરીયાતમંદ લોકોનો સર્વે કરી આવી ઝુંપડપટ્ટીમાં કુલ ૧પ૦ જેટલા ફુડ પેકેટનું વિતરણ કરી આવા ઝુંપડપટ્ટીમાં રહેતા જરૂરીયાત મંદોની મદદ કરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવેલ હતી અને પોલીસ પ્રજાના મિત્ર છે. તે સુત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ હતું.

error: Content is protected !!