દવા લીધા બાદ લોકડાઉનનો સમય પૂર્ણ થતાં પરીવારને જૂનાગઢ પોલીસે ઘરે પહોંચવાની વ્યવસ્થા કરી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ, કમલેશભાઈ, દેવાભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ભૂતનાથ ફાટક પાસે મહિલા રીટાબેન હિતેશભાઈ વેગડા પોતાના સાસુ દક્ષાબેન તથા પતિ સાથે દવા લેવા આવેલ હોઈ, કોઈ વાહન મળતું ના હોઈ, લોકડાઉનનો સમય પૂરો થઈ ગયેલ હોવાનું જણાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા સરકારી પોલીસની જીપ તેમના ઘરે મુકવા મોકલી આપી દર્દી રીટાબેન વેગડા તથા તેમની સાથે આવેલા સાસુ દક્ષાબેન તેમજ હિતેશભાઈ વેગડાને પોતાના ઘરે દુર્વેશનગર, જલારામ સોસાયટી ખાતે પહોંચાડી દીધેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ મહિલાની મદદ કરતા, સિનિયર સિટીઝન મહિલા દક્ષાબેન વેગડા પણ ભાવવિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!