મૂળ પશ્ચિમ બંગાળનાં ત્રણ યુવાનો કાપડની ફેરી કરી એકલા રહેતા હોય તેને મદદ પહોંચાડતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને તકલીફમાં હોય તો, લોકડાઉન દરમ્યાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની સૂચના કરી, મદદ કરવા જણાવવામાં આવેલ છે. જૂનાગઢમાં વોટ્‌સએપ ગ્રુપમાં જણાવવામાં આવેલ કે, મૂળ પશ્ચિમ બંગાળના અને હાલમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં કાપડની ફેરી કરતા ત્રણ યુવાનો એકલા રહે છે. અને હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં કોઈ રોજીરોટીની વ્યવસ્થા નથી. જે આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી. ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, ડ્રાઈવર પાલાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા જૂનાગઢ મધુરમ ખાતે રહેતા અભયભાઈ ઉપાધ્યાય કે જેઓ ચૈત્રી નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાન બાદ ગોરણીને જમાડવાના બદલે જરૂરિયાતમંદોને કીટ આપવા ઈચ્છા વ્યક્ત કરેલ, તેઓના સહયોગથી તે પૈકી બે કીટ, કાપડની ફેરી કરતા સુદીપ ચક્રવર્તી, જયદીપ સરકાર સહિતના ત્રણ વ્યક્તિઓ જે એકલા રહેતા હોય તેઓને શોધી અનાજ, કરિયાણાની કીટ ઘરે જઈને આપવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા, પશ્ચિમ બંગાળના કાપડની ફેરી કરતા ત્રણેય વ્યક્તિઓ દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના પરિવારજનોની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!