પૂ.ઈન્દ્રભારતીબાપુનાં માસીબાનું નિધન : વિજંણ મુકામે સમાધી અપાઈ

જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંત અને જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ.ઈન્દ્રભારતીજી મહારાજના માસીબા વેલબાઈબેન (ઉ.૮પ) તા.૮ હનુમાનજયંતી પુનમના દિવસે સવારે ૧૦ઃ૧૦ કલાકે કૈલાશવાસ થયેલ હતું અને તેઓની રાત્રે ૮ કલાકે કચ્છ જીલ્લાનાં અબડાસા તાલુકાનાં વિંજણ તેમના વતન ખાતે પૂ.ઈન્દ્રભારતીબાપુની ઉપસ્થિતીમાં સમાધી આપવામાં આવેલ હતી. હાલ કોરોના વાયરસનાં કારણે લોકડાઉનની વચ્ચે તેઓની પ્રાર્થના સભા અને બેસણુ રાખેલ નથી તો સો ભાવિકો સ્નેહીઓ પોતપોતાના સ્થાનેથી શિવ સ્મરણ કરી શ્રધ્ધાજલી આપવા પૂ.ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે.

Leave A Reply