જૂનાગઢ શહેરને કોરોના મુકત રાખવામાં સિંહ ફાળો આપનારા અધિકારીઓને લાખો સલામ

0

જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં હાલ કોરોનાનાં સંક્રમણ સામે લડાઈ ચાલી રહી છે. લોકોના હીતની રક્ષા કરવા અને લોકો લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તેવી પ્રેમભરી અપીલો સાથે કોરોનાનો રોગચાળો ફેલાઈ નહી તે માટે અસરકારક કામગીરી કરી અને સતત દિવસ રાત ફરજની સાથે પ્રસંશનીય કામગીરી કરી અને જૂનાગઢ શહેરને કોરોના મુકત રાખવામાં સિંહ ફાળો આપનારા અધિકારીઓને લાખો સલામ સાથે ઘણી ખમ્મા.. કહીએ તો અતિશ્યોકિત નહી ગણાય. જૂનાગઢનાં અધિકારીઓની જાગૃતિનાં પગલે જ જૂનાગઢ શહેર આજે શાંતિનો શ્વાસ લઈ રહયું છે. અને કોરોનાથી દૂર રહી શકયું છે. ર૪ માર્ચે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન જારી કરવામાં આવેલ અને ઘરમાં રહો અને સુરક્ષીત રહોની અપીલ કરી અને દેશવાસીઓને ર૧ દિવસ આપવાની માંગણી કરી હતી. લોકોએ પણ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. જૂનાગઢ શહેર તેમજ સોરઠ જીલ્લાની વાત કરીએ તો કોરોનાની ગંભીર બિમારી ફેલાતી અટકે તે માટે સઘન પગલા લેવામાં આવી રહયા છે. જીલ્લા કલેકટર સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, મનપાનાં કમિશ્નર તુષાર સુમેરા, જીલ્લા વહીવટી તંત્ર, મનપાની ટીમ અને ડીઆઈજી મનીંદર સિંઘ પવાર, જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને શહેર અને સમગ્ર જીલ્લાની પોલીસની સમગ્ર ટીમ, જૂનાગઢ જીલ્લા આરોગ્ય વિભાગ, જૂનાગઢ સિવીલ હોસ્પીટલનો સમગ્ર સ્ટાફ દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી રહી છે. દરમ્યાન જૂનાગઢ શહેરનાં લોકોએ પણ જાયું અને જાણ્યું છે અને અનુભવ પણ કર્યો છે કે જૂનાગઢ શહેરનાં વહીવટી તંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પોતાની ટીમ સાથે જૂનાગઢ શહેરમાં સઘન ચેકીંગ, સઘન સલામતી બંદોબસ્ત તેમજ જયાં પણ જરૂર પડી ત્યાં આવકારદાયક પગલાઓ લઈ રહયા છે. આ અધિકારીઓનો એક જ મકસદ છે કે જૂનાગઢ શહેર કોરોના મુકત બને. આ મકસદમાં આ લખાય છે ત્યાં સુધી તો જવલંત સફળતા મળી જ છે અને હજુ પણ ઈશ્વર અને અલ્લાહ તેઓનાં કાર્યને સફળતા બક્ષે તેમજ જૂનાગઢ શહેરનાં લોકો પણ અધિકારીઓની આ કામગીરીને સંપૂર્ણ સહયોગ આપે છે અને આપતા જ રહેશે તેવો ભાવ દર્શાવી રહયા છે. આ તકે જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લાને ગંભીર રોગચાળાનાં પંજામાંથી મુકત કરવા માટેની સઘન કામગીરી કરનારા આ તમામ અધિકારીઓની કામગીરી સરાહનીય છે.

error: Content is protected !!