જૂનાગઢમાં પાસ-પરમિટ વગર અવર જવર કરનારા વિરૂધ્ધ વધુ ગુના દાખલ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે અને પોલીસ કાર્યરત છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સીપીઆઈ પી.એન.ગામીત, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ પી.જે.બોદર, હે.કો. નાથાભાઇ, વિરામભાઈ, સંજયસિંહ, જૈતાભાઈ, સહિતની ટીમ દ્વારા સાબલપુર ચેકપોસ્ટ ઉપર ખાસ ચેકીંગ યોજી, ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, રાજકોટ શહેર રૈયા વિસ્તારમાંથી આવેલ બે યુવક અને બે યુવતીઓને પકડી પાડવામાં આવેલ હતા. પકડાયેલ યુવક (૧) રજાક અબ્દુલભાઇ શેખ રહે. સદર, રાજકોટ તથા (૨) અરબાઝખાન સલીમખાન પઠાણ રહે. શિવપરા, રાજકોટ મૂળ રહે. રાજસ્થાન સાથે એક સગીર યુવતી તથા તેની ૨૨ વર્ષની બહેન હોવાનું અને સઘન પૂછપરછ કરતા, તા. ૨૧.૦૪.૨૦૨૦નાં રોજ રાજકોટથી અપહરણ કરીને લાવેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પકડાયેલ ચારેયની પૂછપરછ કરવામાં આવતા, બંને પતિ પત્ની હોવાની અને અલગ ભળતા નામ આપવામાં આવેલ હતા. પરંતુ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરી, વેરીફાઈ કરવામાં આવતા, બંને યુવતીઓ ભાંગી પડી હતી અને અપહરણની વિગત બહાર આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પકડાયેલ યુવક (૧) રજાક અબ્દુલભાઇ શેખ રહે. સદર, રાજકોટ તથા (૨) અરબાઝખાન સલીમખાન પઠાણ રહે. શિવપરા, રાજકોટ મૂળ રહે. રાજસ્થાન સાથે એક સગીર યુવતી તથા તેની ૨૨ વર્ષની બહેન બાબતે છોકરીના પિતા અને રાજકોટ શહેર યુનીવર્સીટી પોલીસને જાણ કરતા, યુવતીઓના પિતાએ યુનીવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવતા, રાજકોટ શહેર પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસ પાસેથી કબ્જો લઇ, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!