દસ્તાવેજ નોંધણી માટે મેંદરડા, માળીયા અને ભેંસાણ સબ રજીસ્ટ્રાર કચેરીઓ કાર્યરત

0

દસ્તાવેજોની નોંધણી માટે સમગ્ર રાજ્યમાં ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી કાર્યરત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા, માળીયાહાટીના અને ભેસાણ સબ રજીસ્ટ્રાર કચેરીઓ પણ આજથી શરૂ કરવામાં આવી હોવાનું મુખ્ય નોંધણી નિરીક્ષક એલ.જે. સિંધલે જણાવ્યું હતું. દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન ટોકન લેવાનું છે. અને દસ્તાવેજ નોંધાવનારે નિયત કરેલા સમયે જ કચેરીઓમાં આવવાનું રહેશે. જેથી કચેરીમાં ભીડ ના થાય તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં સરળતા રહે, તમામ લોકોએ માસ્ક પહેરીને આવવા સાથે ઈ-પેમેન્ટથી ફીની ચુકવણી કરવાની રહેશે તેમ નોંધણી નીરીક્ષકએ વધુમાં જણાવ્યુ છે. હાલના તબક્કે નોંધણી સીવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી બંધ રહેશે.

error: Content is protected !!