કેશોદ પંથકમાં રાજકીય નેતાઓ વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનારા શખ્સને દબોચી લેતી જૂનાગઢ એલસીબી

કેશોદ પંથકમાં નેતાઓ વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનારા શખ્સને ચોકકસ બાતમીનાં આધારે રાજકોટ ખાતેથી એલસીબીની ટીમે દબોચી લઈને હાલ તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહયું હોવાનું જાણવા મળે છે.
આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર કેશોદ પંથકનાં એક શખ્સે સોશ્યલ મિડીયામાં લાઈવ થઈ અને રાજકીય નેતાઓ વિષે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેની સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવવામાં આવી છે. દરમ્યાન આ બનાવની વધુ તપાસ જૂનાગઢ એલસીબીનાં પીઆઈ આર.સી. કાનમીયાને સોંપવામાં આવી હતી. દરમ્યાન એલસીબી પોલીસે આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરતા ચોકકસ બાતમીનાં આધારે રાજકોટ ખાતેથી અભદ્ર ટીપ્પણી કરનારા શખ્સને દબોચી લીધો હતો. એલસીબીનાં પીઆઈ આર.સી. કાનમીયાએ જણાવ્યું હતું કે કેશોદ પંથકનો શેબાઝ નામનો શખ્સ સોશ્યલ મિડીયામાં લાઈવ થયો હતો અને આ અંગે કેશોદ પોલીસમાં પણ ફરીયાદ નોંધાયેલ હતી. આ બનાવની તપાસમાં મળેલી માહિતીનાં આધારે આ શખ્સને રાજકોટ ખાતેથી દબોચી લીધો છે. અને હાલ કોરોનાનાં રોગચાળા સામે એક ઝુંબેશ ચાલી રહી છે ત્યારે સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ આ શખ્સનું પણ મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહયું છે. અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave A Reply