પીએસઆઈ તરીકે બઢતી પામેલ પ્રતિક મશરૂનું બહુમાન કરતા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા

જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી પ્રમોશન આપી બિરદાવવામાં આવેલ હતા.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વાયરલેસ વિભાગના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી નિમણૂક આપવામાં આવેલ હતી જેમાં જૂનાગઢ જીલ્લા ખાતે ૩ વર્ષથી ફરજ બજાવતા અને હાલ ટેકનિકલ સેલમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. પ્રતીક મશરૂને પો.એસ.આઇ. તરીકે બઢતી આપી જૂનાગઢ ખાતે જ નિમણુંક આપવામાં આવેલ હતી. આ અધિકારીને પ્રમોશન સાથે જૂનાગઢ ખાતે જ નિમણૂંક મળતા તેઓને જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા પોતાની જાતે સોલ્ડર ઉપર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના હોદ્દાના બે સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી બહુમાન કરીને નિમણૂંક હુકમ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે. ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જીલ્લાના પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા નવી જગ્યાએ નિમણૂંક અંગે શુભકામના પાઠવતા પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી. પ્રમોશન સાથે નિમણૂંક મેળવનાર જૂનાગઢ જીલ્લાના પી.એસ.આઇ. પ્રતીક મશરૂ દ્વારા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ તથા જીલ્લાના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

Leave A Reply