સેવાની સુવાસ પ્રસરાવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

હાલમાં કોરોનાને કારણે દેશમાં લોકડાઉનનું અમલવારી થઈ રહી છે ત્યારે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા રાત દિવસ પોતાની ફરજ બજાવતા માનવ સેવા એજ પ્રભુ સેવાનું પણ કામ કરી રહ્યા છે અને જરૂરિયાતમંદને પોતાના ખર્ચે રાશનકીટ આપે છે. વધુમાં તેઓશ્રી જૂનાગઢ પહેલા લિંબડી, ભાવનગર ખાતે ફરજ બજાવિ ચુકયા છે ત્યાંથી જરૂરિયાતમંદોનો ફોન આવતા તેઓએ ત્યાં પણ રાશનકીટ પોતાના ખર્ચે પુરી પાડેલ છે તેમજ જૂનાગઢ જોષીપરા ખાતે રહેતા એક યુવાનના માતાને લીવર કેન્સરની બિમારી હોય જેની દવા રાજકોટ ખાતે લેવાની હોય અત્યારે લોકડાઉનને કારણે તેઓ જઇ શકે તેમ નથી આવી રજૂઆત કરતા તાત્કાલીક રાજકોટથી દવા મંગાવી આપેલ છે. માનવતા વાદી અભીગમ દ્વારા સેવા કાર્યો કરતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું જાણીતા દિપેન જાષી દ્વારા ચિત્ર પેઇન્ટીંગ દોરી સન્માન કરેલ તેમજ તેઓને અને તેમના પરીવારોની દરેક મનોકામના પુરી થાય તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

Leave A Reply