Saturday, May 30

જૂનાગઢનાં ૯૦ % મિડલ કલાસની ‘મન કી બાત’ ર મહિનાના લાઈટ બિલ કરો માફ…

કોરોના સામેના ‘લોકડાઉન’ની જંગમાં સૌથી બુરી વલે મધ્યમ વર્ગની થઇ છે. લગાતાર ત્રણેક મહિનાથી લોકો પોત-પોતાનાં ઘરમાં પુરાઇ રહેવા મજબુર છે. તમામની રૂટિન આવક થંભી ગઇ અને મોંઘવારી ઔર થથરાવી રહી છે. કેન્દ્ર તેમજ રાજય સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે અરબો-ખર્ચોના પેકેજ જાહેર કર્યા છે. બીજા પેકેજો તૈયાર થઇ રહ્યા છે. આવી જ રીતે બીપીએલ-એપીએલ કાર્ડધારકોથી માંડી રોજનું લાવી, રોજ ખાનારા અસંગઠિત ક્ષેત્રના ક્ષમિકો, ખેતમજૂરો, પેન્શનર્સ અને દિવ્યાંગો માટે પણ રાહતો જાહેર કરી છે. પરંતુ સૌથી કફોડી હાલત એવા મધ્યમ વર્ગીય પરિવારોની થઇ, જે ન તો આર્થિક સંકટ સહન કરી શકે તેમ છે, ન તો ખુલ્લેઆમ મદદ માંગી શકે છે. આ સંજોગોમાં પોતાને સંવેદનશીલ ગણાવતી રૂપાણી સરકાર અન્યોમાંથી પ્રેરણાં લઇ ઘણી મદદરૂપ થઇ શકે તેમ છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતનાં પાડોશી રાજય રાજસ્થાનની (કોંગ્રેસી) સરકારે પ્રર્વતમાન સંજોગોમાં મધ્યમવર્ગની મનોઃસ્થિતી જાણી બહેતરીન નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકારે લોકડાઉનનાં ૨ મહિનાનાં સમયગાળાનાં લાઇટ-પાણીના બિલ માફ કરવાની જાહેરાત કરી છે. રાજસ્થાન કરતાં ગુજરાત વધુ સમૃધ્ધ અને વિકાસનું ગ્રોથ-એન્જિન સમુ રાજય હોવાનું છે. નરેન્દ્ર મોદીથી હાલના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ગાઇ વગાડીને આ વાત કહેતા આવ્યા છે. ગુજરાતના મધ્યમ વર્ગીય ૩૫ થી ૪૦ ટકા પરિવારો હાલમાં ભારે વ્યથામાં જીવી રહ્યા છે. ‘ગુપ્ત રોગ’ની જેમ આર્થિક પીડ નથી કોઇને કહી શકતા, નથી સહી શકતા. રાજસ્થાન સરકારની લાઇટ-પાણી બિલ માફ કરવાની જાહેરાતને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરાહાના કરી છે. આ સંજોગોમાં ગુજરાતની રૂપાણી સરકાર પાસે આવો જ ઉદાર નિર્ણય કરી મધ્યમ વર્ગ પ્રત્યે ખરી સંવેદના વ્યકત કરવાનો અવસર છે.

૧૫ % લોકોએ કહ્યું, ૩ મહિનાની સ્કૂલ-કોલેજ ફી માફ કરો          વિવિધ લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા. જેમાં ૧૫% લોકોએ પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે ૩ મહિનાના સ્કૂલ-કોલેજની ફી પણ માફી કરવાની સરકારે જાહેરાત કરવી જોઈએ.
આવા છે લોકોના મંતવ્ય…
ઘરે બેઠેલ માણસ કેવી રીતે મેનેજ કરી શકશે ?- રોહિત અપારનાથી
જે લોકો બિલ ભરી શકે તેને ભરવું જોઈએ, જે નથી ભરી શકતા તેઓનુ માફ કરવું જોઈએ.- માયાબેન
એવું કરવા માટે માનવતા જોઈએ ખાલી તાયફાથી નો થાય.- અફઝલ ઠેબા
આવો મોટો નિર્ણય લેવા માટે ઘણી હિંમત જોઈએ.- વિપુલ નેનુજી
૧૦૦% માફ કરવા જોઈએ અને આવનારા દિવસોમાં બધા ટેક્સમાં રાહત આપવી જોઈએ.- ગૌતમ ઠાકર
દાતા તો ગોતી દો પહેલા, પછી તમે કહો એમ.-ધીરૂભાઈ સોની
માર્ચ-એપ્રિલ લાઈટ બિલ પાણી બિલ અને ૨૦૨૦-૨૧ના વેરાબિલમાં પણ ૫૦% રાહત આપવી જોઈએ.- પ્રકાશભાઈ ભાદરકા
સંવેદનશીલ સરકારને ઢંઢોળવી પડે? મધ્યમ વર્ગને રાહત આપવી સામાન્ય ઉદારતા છે.- બસીરભાઈ
વીજ-બિલ માફ કરીને સરકાર ઉપકાર નથી કરવાની. બલ્કે ઋણ અદા કરશે- તરૂણભાઈ પટેલ

Leave A Reply