જૂનાગઢ સહિત વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પણ પડ્યો

0

જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદી છાંટા પણ પડ્યા હોવાનાં અહેવાલો છે અને જેને લઈને કેરીનાં પાકોને ભારે નુકશાન પહોંચ્યું હોય તેવી દહેશત વ્યકત થઈ રહી છે. ગઈકાલે બુધવારે બપોરબાદ સખ્ત ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે એકાએક પવન ફુકાવાનું શરૂ થયું હતું. ૩૦ કિલોમીટરની ઝડપે સટાસટીભર્યો પવન ફુંકાતા એક તકે તો એવું લાગતું હતું કે જે લોકડાઉન છે તેમાં જાણે રસ્તાઓને સાફ કરવા માટે કુદરત પણ મહેરબાન થયા હોય તેમ વાળી ઝુંડીને કચરો પણ રસ્તા ઉપર ડમરીઓ ચડાવતો હતો. જૂનાગઢ શહેરમાં વરસાદી છાંટણા, કાથરોટા, વડાલ, બિલખામાં વરસાદ ઉપરાંત ભેંસાણમાં ૩ મીમી, સાસણમાં ર મીમી અને કયાંક કરા તો કયાંક છાંટા અને અન્ય વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. જયારે કાથરોટા ગામમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. વૈશાખ માસમાં જાણે અષાઢી માહોલ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. ઉનાળામાં પડેલા કમોસમી વરસાદથી તલી, બાજરી અને ડુંગળીના પાકને નુકસાન થવાની ભીતી વધી ગઈ છે. કાથરોટા અને વડાલ વચ્ચેના રસ્તા ઉપર લીમડાનાં ઝાડ અને થાભલો પણ ધરાસાયી થયા હતા. આ ઉપરાત ખારચીયા ગામમાં પણ અતિ ભારે વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!