જૂનાગઢ શહેરનો ગ્રીનઝોનમાં સમાવેશ : આવતીકાલે જાહેરનામું

0

શાબાશ….જૂનાગઢની શાણી…સમજુ…પ્રજા અને જૂનાગઢ શહેર અને જીલ્લાનાં રેવન્યુ તંત્રના વરીષ્ઠ અધિકારી સૌરભ પારઘી તથા અન્ય અધિકારીઓની સતત દેખરેખ અને જાગૃતતા તેમજ ઈશ્વર, અલ્લાહ, પરવરદિગારની કૃપા અને મહેરનાં કારણે જૂનાગઢ શહેરનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતાં લોકોએ રાહતની લાગણી અનુભવી છે અને આ સાથે જ જૂનાગઢ સહિત સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના પણ જૂનાગઢવાસીઓએ કરી છે. એટલું જ નહીં સમગ્ર દેશને કોરોનાનાં ઝેરી રોગચાળામાંથી વહેલી તકે મુક્ત કરવા પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે તેમજ આજે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુÂસ્લમ સમાજ પણ અલ્લાહ, પરવરદિગારને વિશ્વનાં કલ્યાણની કામના માટે બંદગી કરી રહેલ છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેરનો ગ્રીનઝોનમાં સમાવેશ થયો છે અને આગામી એક-બે દિવસમાં જ કેટલીક મહત્વની છુટછાટો આપવામાં આવી શકે તેમ છે અને સંભવત આવતીકાલે જાહેરનામું બહાર પાડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
જ્યાં જગતજનની માતા અંબાજીનાં બેસણાં છે અને તેમની કૃપા દૃષ્ટિ છે તેમજ દત અને દાતારની પાવનપવિત્ર ભૂમિ અને સિધ્ધ સંતો, સતી-જતી અને જાગણીઓનાં જ્યાં બેસણાં છે અને ૩૩ કરોડ દેવતાનો જ્યાં વાસ છે અને ઈશ્વર, અલ્લાહ, પરવરદિગારની જ્યાં કૃપા અને રહેમ નજર છે. એવા સોરઠ પંથકનું ઐતિહાસીક, રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક અને ધર્મનગરી તેમજ નરસિંહ મહેતાનાં ધામ એવાં જૂનાગઢ શહેર અને જીલ્લો ગ્રીન ઝોનમાં આવ્યો છે. ત્યારે તેને આપણા સૌને માટે એક સદ્‌ભાગ્યની અને સદનસીબની ઘટના ગણી શકાય. લોકોની તંત્રને સહયોગ આપવાની ભાવના સાથેની કર્તવ્ય નિષ્ઠા અને પ્રિન્ટ મિડીયાએ જાગૃતીની મશાલ પેટાવી તે લોકોનાં દિલ સુધી પહોંચી હતી અધિકારીઓની સતત જાગૃતતા અને ગિરનારજી મહારાજની કૃપાને કારણે આજે જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી અને જા બધુ સમુ-સુત્રુ પાર ઉત્તરે તો આવીને આવી ચપળતા, જાગૃત્તતા અને સ્વયંશિસ્ત રાખવામાં આવશે તો જૂનાગઢ શહેર અને જીલ્લાને ઉનીઆંચ પણ નહીં આવે તેવો વિશ્વાસ દરેકનાં હૈયે છે.
જયારથી કોરોના સામેનો જંગ જારી કરવામાં આવેલ છે અને લોકડાઉનરૂપી તલવાર વડાપ્રધાને બહાર કાઢી છે અને પ્રથમ ર૧ દિવસનાં લોકડાઉન બાદ બીજા તબક્કાનાં ૧૯ દિવસનાં લોકડાઉનનાં અંતિમ તબક્કામાં એટલે કે ગઈકાલે ફરી એકવાર સમગ્ર દેશમાં ૧૭ તારીખ સુધીનું લોકડાઉન લંબાવી દેવામાં આવેલ છે અને સાથે જ કોરોનાથી સંક્રમિત વિસ્તાર અંગેનાં વિવિધ ઝોનોની જે ફાળવણી થઈ છે. તેમાં ગુજરાતનાં વિવિધ જીલ્લાઓને વિવિધ કેટેગરી આપવામાં આવી છે ત્યારે સૌનાં સદભાગ્ય સાથે જૂનાગઢ શહેર અને જીલ્લો ગ્રીન ઝોનમાં આવ્યાં હોય ત્યારે લોકોને એક તરફ આનંદ અને રાહતની લાગણી અનુભવી હતી. ગ્રીન ઝોનમાં જૂનાગઢ શહેરનો સમાવેશ થયા બાદ કેવા પ્રકારની છુટછાટો આપવામાં આવશે તે અંગેની અટકળોનો દૌર શરૂ થયો છે. તો બીજી તરફ જાણવા મળે છે કે ગ્રીન ઝોનમાં કેવા પ્રકારની છુટછાટ આપવી જાઈએ તે અંગેની માર્ગદર્શિકા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત સરકાર તેના ઉપરથી ગુજરાતનાં કયાં-કયાં શહેરોમાં કેવાં પ્રકારની છુટછાટો આપી શકાય તે અંગે ગાઈડલાઈન જારી કરી અને જાહેરનામું બહાર પાડશે અને તેનાં ઉપરથી ગ્રીનઝોનમાં આવેલાં શહેર અને જીલ્લા અંગે જે-તે જીલ્લાનાં કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને માર્ગદર્શિકા જારી કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. સંભવત આવતીકાલે જયારે લોકડાઉનનો બીજા તબક્કાની અવધિ પૂર્ણ થઈ રહી છે ત્યારે જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા અને જીલ્લા આરોગય અધિકારી ચેતન મહેતા તેમજ જીલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા સતત જાગૃત્તિ દાખવી અને આરોગ્ય અને તકેદારી અંગેનાં પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પોલીસ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ શહેર જીલ્લા પોલીસ તંત્ર, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ પોલીસ વિભાગનું તમામ યુનિટ, હોમગાર્ડ, જીઆરડી તેમજ સંબંધિત સહયોગી દળો દ્વારા સતત જાગતો ચોકી-પહેરો રાખી અને બહારનાં જીલ્લાની કોઈપણ વ્યકિત જૂનાગઢ શહેરમાં પ્રવેશી ન શકે તે માટે રાત-દિવસ ઉજાગરા કરી અને સઘન ચેકીંગ ઝુંબેશ ચાલી રહી છે. અધિકારીઓ અને તેમનાં વિભાગની સતત કામગીરી અને જૂનાગઢ શહેરની જનતાનો અને પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિકસ મિડીયાનો પણ એટલો જ સહયોગ રહેવાનાં કારણે જૂનાગઢ શહેર ગ્રીન ઝોનમાં આવ્યું છે તે આપણાં સૌના માટે આવકારદાયક બાબત છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં જૂનાગઢ શહેર અને જીલ્લો કોરોના વાયરસ સામેનાં યુધ્ધમાં મોડેલ સ્વરૂપ બની જાય તો પણ નવાઈ નહીં….

error: Content is protected !!