કેશોદના સેવાભાવી પરિવારની અનોખી લોકસેવા

0

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી આતંક મચાવી રહી છે જેમાં આપણો દેશ પણ બાકાત રહ્યો નથી દિવસે દિવસે કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જે બાબતે દેશ ભરમાં એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી ત્રણ તારીખ સુધી લોક ડાઉન લંબાવ્યા બાદ ફરીથી આગામી ૧૭ મે સુધી લોક ડાઉન લંબાવવામાં આવ્યુ છે ત્યારે અનેક પરિવારોને બે ટંક જમવાના પણ ફાંફા થયા છે ત્યારે અનેક ટ્રસ્ટો સામાજિક સંસ્થાઓ દાતાઓના સહયોગથી જરૂયાતમંદ લોકોને ભોજન ફુડ પેકેટ શાકભાજી રાશન કીટ સહીતનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે તેવા સમયે ભુખ્યાને ભોજન કરાવવાની હૈયામાં નેમ થામી હોય તેવી લાગણીમાં ભુખ્યાને ભોજન કરાવવા તરસ્યા હોય એવો જ એક પરિવાર જે કેશોદના ઉમીયા નગરમાં રહેતાં વિશાલભાઈ વિનુભાઈ વાઘેલા લુહાર જે ફેબ્રીકેશનનું મજુરી કામ કરી પાંચ સભ્યો સહીતના પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારથી લોક ડાઉનની શરૂઆત થઈછે તે જ દિવસથી જરૂરીયાતમંદ લોકો માટે પોતાના ઘરે જ રસોઈ તૈયાર કરી જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે ભોજન પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે. લોકડાઉનના શરૂઆતના દિવસથી જ આખો પરિવાર સવારના દશ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ઘરનુ તમામ ઘરકામ છોડી દરરોજ અલગ અલગ રસોઈ તૈયાર કરી પોતાની બાઈકમાં જ સાંજના સમયે જુદા જુદા વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને ભોજન પહોંચાડી રહયા છે જે ભોજન પીરસવામાં અન્ય સેવાભાવી લોકો પણ તેમની કામગીરીમાં સહભાગી બનવા ભોજન પીરસવાની મદદ કરી સેવા આપી રહયા છે તેમજ હોસ્પિટલમાં કોઈ દર્દીને સારવાર અર્થે રોકાણ થતુ હોય તેવા દર્દીઓને પણ ટિફિનની વ્યવસ્થા કરી આપે છે. વિશાલભાઈ વાઘેલાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર ન હોવા છતાં તેમના ભુખ્યાને ભોજન કરાવવાની વાતને પોતાના સમગ્ર પરિવારે પણ હરખથી સ્વીકારી ઉત્સાહભેર રસોઈ બનાવવામાં સમગ્ર પરિવાર સાથ સહકાર આપી રહયા છે અને સેવાકીય ભગીરથ કાર્ય આગળ વધારી રહયા છે. હજુ પણ જ્યાં સુધી થઈ શકશે એટલા દિવસો સુધી ભુખ્યાને ભોજન કરાવવાનું ચાલુ રાખવામાં આવશે તેવુ વિશાલભાઇ વાઘેલાએ જણાવ્યું હતું.

error: Content is protected !!