છેલ્લાં ૧૦ માસથી પ્રોહીબીશનનાં ગુનામાં નાસતા-ફરતા બુટલેગર ધીરેન કારીયાને ઝડપી લેતી એલસીબી

0

છેલ્લાં ૧૦-૧૦ મહિનાથી પ્રોહીબીશનનાં ગુનામાં નાસ્તો ફરતો અને ગુજરાત રાજયનાં ટોપ-રપ પૈકીનો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે.અમૃતલાલ કારીયાને જૂનાગઢની ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં અલગ-અલગ ગુન્હાના નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢનાં પોલીસ ઈન્સ.આર.સી.કાનમીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કાનાભાઈ, ભરતભાઈ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ હુસેનભાઈ, યશપાલસિંહ સુરેન્દ્રસિંહ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ્રી ભુરાભાઈ, વીણાબેન હરેશભાઈ વગેરે સ્ટાફના માણસો કોવીડ-૧૯ લોકડાઉન બંદોબસ્ત સબબ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ સબ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે વંથલી પોલીસ સ્ટેશનનાં ગુ.ર.નં.થર્ડ ૧૩પ/ર૦૧૯ પ્રોહી ક.૬પઈ, ૯૮(ર), ૯૯, ૮૧, ૮૩ મુજબનાં કામનો છેલ્લાં ૧૦ માસથી નાસતો ફરતો ગુજરાત રાજયનો લીસ્ટેડ પ્રોહી બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા ઉર્ફે ડી.કે. હાલ પોતાના રહેણાંક મકાને નોબલ ટાઉનશીપ, બ્લોક નં.૩૦૩, જૂનાગઢમાં હોવાની બાતમી હકીકતનાં આધારે તપાસ કરતાં ઉપરોકત હકીકતવાળો ઈસમ ધીરેન ઉર્ફે ડી.કે.અમૃતલાલ કારીયા હાજર મળી આવતા હવાલે લઈ વંથલી પોલીસ સ્ટેશનને કોવીડ-૧૯નો ટેસ્ટ કરાવ્યા બાદ ઉપરોકત ગુન્હાના કામે અટક કરવાની સમજ કરી વંથલી પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

error: Content is protected !!