ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના અંગ્રેજી વિભાગ દ્વારા સ્વંય- એન.પી.ટી.ઇ. એલ. સ્થાનિક અધ્યાયની સ્થાપના

0

ભક્તકવિ નરસિંહમહેતા યુનિ. જૂનાગઢના અંગ્રેજી વિભાગ દ્વારા સરકારના સ્વયં ઓનલાઇન પોર્ટલ ઉપર ધ નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિગ (એનપીટીઇએલ)ના સ્થાનિક અધ્યાયની સ્થાપના કરવામાં આવી છે. આ ચેપ્ટ ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મેસિવ ઓપન ઓનલાઇન કોર્સિસ પ્રદાન કરશે. સ્વયં– એન.પી.ટી.ઇ.એલ. વૈશ્વીક સ્તરે સ્વીકૃત બોડી છે કે, જેમાં નિષ્ણાંતોના પૂર્વ –રેકોર્ડ કરેલા લેક્ચર્સ, વિડીયો મટીરીયલ્સ, લેક્ચર, નોટસ, અસાઇનમેન્ટ અને ક્વિઝ વગેરે દ્વારા વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ મેળવી શકે છે. આ ઓનલાઇન એજ્યુકેશન અંતર્ગત તેનો સિલેબસ નિયત સમયગાળામાં પૂર્ણ કરાશે, ત્યારબાદ તેમની પરિક્ષા લેવાશે અને વિઘાર્થીઓને રાષ્ટ્રીષય કક્ષાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ધ નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ ર્લનિંગ (એનપીટીઇએલ)ની શરૂઆત ૨૦૦૩માં સાત સ્થળોએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે, દિલ્હી, કાનપુર, ખડગપુર, મદ્રાસ, ગુવાહાટી અને રૂરકી તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બેંગ્લોર દ્વારા કરવામાં આવી હતી.
અંગ્રેજી વિભાગના હાલના અધ્યક્ષ ડો.ફિરોઝ શેખના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ નેટ તથા જી-સેટની પરીક્ષાઓની તૈયારી, વિવિઘ શૈક્ષણીક સંસ્થાઓમાં તથા કંપનીઓમાં પ્લેસમેન્ટ, સ્વયંના અન્ય ઓનલાઇન કોર્સિસ પાસ કરવા ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઝમાં યોજાયેલ સેમીનાર કોન્ફરન્સમાં પેપર પ્રેઝન્ટ કરવા યુથ ફેસ્ટીવલમાં વિવિઘ સ્પર્ઘાઓમાં વિજેતા બનવુ વગેરે બાબતોમાં અગ્રેસર રહ્યા છે. વિદ્યાર્થીઓને સફળતા આપવામાં અંગ્રેજી વિભાગના અન્ય અધ્યાપકો ડો.રૂપાબેન ડાંગર, ડો.ઓમ જોષી તથા પ્રા.રોહલ રાવલ પ્રયત્નશીલ રહે છે.

error: Content is protected !!