ડો.સુભાષ ટેક્નિકલ કેમ્પસના સ્ટાફ દ્વારા ચીફ મિનિસ્ટર રીલિફ ફંડમાં અનુદાન

0

હાલમાં દેશ અને વિશ્વભરમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. લાખો લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મહામારીને એપિડેમિક અને વિશ્વ સામેનો ખતરો ગણાવ્યો છે. અમેરિકા, યુરોપ અને દરેક વિકસિત કે અવિકસિત દેશ આ મહામારીના ભરડામાં આવી ચુક્યા છે. દરેક દેશમાં કોરોના વાઇરસને કારણે સામાજીક અને આર્થિક પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. આ પ્રકારની મુશ્કેલીઓમાંથી સફળતાપૂર્વક બહાર આવવા અને દેશના નાગરિકોની સુખાકારી જાળવવાના હેતુથી પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ અને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ શરૂ કરવામાં આવેલ છે જેમાં ઉદ્યોગકારો, સામાજિક, ધાર્મિક અને અન્ય સંસ્થાઓ તથા વ્યક્તિગત રીતે પણ દાન આપવામાં આવી રહ્યું છે.
આ મહામારી સામે લડવા ડો.સુભાષ ટેકનિકલ કેમ્પસના કર્મચારીઓએ સ્વૈચ્છાએ ફાળો આપી રૂ.૧,૦૩,૩૦૦નું ભંડોળ એકઠું કર્યું હતું. જે સંસ્થાના ડાયરેકટર ડો. દિપક પટેલ દ્વારા જૂનાગઢ જીલ્લા કલેક્ટરને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડના નામે ચેક અર્પણ કરાવામાં આવ્યો હતો.
સુભાષ ટેકનિકલ કેમ્પસ શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજીક જવાબદારીઓ પણ સમયાંતરે બજાવ્યા કરે છે. સૈનિક કલ્યાણ નિધી દ્વારા દેશના જવાનો પ્રત્યેની જવાબદારી હોય કે સ્વચ્છતા અભિયાન દ્વારા શહેરનું સફાઇ અભિયાન હોય, જળ સંચય અભિયાન દ્વારા પાણીના બચાવની જાગૃતિ ફેલાવવાની હોય કે, શારિરિક/માનસિક ચેલન્જ્ડ બાળકો માટે સંવેદના હોય ડા. સુભાષ ટેકનિકલ કેમ્પસ હંમેશા અગ્રેસર રહ્યું છે. સંસ્થાની આ પ્રવૃત્તિ બદલ સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કેમ્પસ ડાયરેકટર બી. જે. વાટલીયાએ સ્ટાફ મિત્રોને બિરદાવેલ અને અભિનંદન પાઠવેલ છે.

error: Content is protected !!