જૂનાગઢ સહિત સોરઠમાં મસાલાની માર્કેટમાં કોરોનાનું ગ્રહણ-મંદી

0

ઉનાળાનાં દિવસો શરૂ થતાંની સાથે જ એટલે કે ચૈત્ર અને વૈશાખ માસ આવે એટલે એક તરફ બટેટાની પતરી પાડવાની સિઝન પુરબહાર ખીલી ઉઠી હોય અને ગૃહિણીઓએ જાણે ગૃહઉદ્યોગ શરૂ કર્યો હોય તેમ ઘરે-ઘરે બટેટાની પતરી અને મુખરા-ચક્રી-બટેટાની સેવ બનાવવાની કામગીરી જાશ મોઢે શરૂ થતી હોય છે. આ વર્ષે ચૈત્ર વૈશાખ માસમાં કોરોનાનું વાવાઝોડું ત્રાટકતાં બટેટાની સિઝનમાં આ વખતે લોકડાઉનનાં પરિણામે જેટલી પતરી થવી જાઈએ તેટલી લોકો બનાવી શક્યા નથી અને તેમાં પણ કાંપ જાવા મળ્યો હતો. બટેટાની સિઝનની સાથે-સાથે ઉનાળાની સિઝનમાં હળદર, મરચાં, ધાણાજીરૂં, હિંગ સહિતની ચીજવસ્તુઓ એટલે કે મસાલાની સિઝન પણ શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે લોકડાઉનમાં સંપૂર્ણ બજારો બંધ હોવાનાં કારણે મસાલા માર્કેટ આ વર્ષે ડીમ રહી છે. ગ્રીનઝોનમાં જૂનાગઢ શહેરને કેટલીક છુટછાટો મળી છે તેને લઈને સોમવારથી વિવિધ બજારોમાં ખરીદીનો માહોલ ઉભો થયો છે. જા કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સિઝનમાં મંદીનો માહોલ જાવા મળી રહ્યો છે. બળબળતાં આકરા તાપ સાથે બારે માસ ભરવાલાયક વસ્તુની સિઝન આજે મંદીનાં વ્હેણ વચ્ચે અટકાયેલી છે. સરકારે જીવનજરૂરીયાતની ચીજવસ્તુને છુટછાટ અપાયા બાદ જૂનાગઢ સહિત સોરઠમાં મસાલા માર્કેટ ધમધમી ઉઠી છે. તેમ છતાં વેપારીઓનાં જણાવ્યા અનુસાર દર વર્ષની તુલનાએ મસાલા માર્કેટમાં ઓછી ખરીદી જાવા મળે છે અને મોટા ભાગનાં વેપારીઓનો માલ હજુ પણ એમને એમ જ જાવા મળી રહ્યો છે. એટલું જ નહીં વર્ષ દરમ્યાન અનાજ-કિરાણું અને ઘઉંની ખરીદી પણ કરવામાં આવતી હતી તેમાં પણ કાંપ મુકાયો હોય તેવી સ્થિતિ છે. એક તરફ ૪૦ દિવસથી વિવિધ ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ હોય આવશ્યક સેવાને બાદ કરતાં વેપાર ઉપર ખુબ જ અસર પહોંચી હતી. ગ્રીનઝોનનાં કારણે ત્રણ દિવસથી બજારો પુરેપુરી ખુલ્લી છે. પરંતુ લોકોનાં વેપાર-રોજગાર બંધ હોય જેનાં કારણે લોકો પાસે પૈસા ન હોવાનાં કારણે ઘઉં, મસાલામાર્કેટમાં મંદી જાવા મળી રહી છે. જા કે પહોંચતા લોકો એટલે કે શ્રીમંત વર્ગનાં પરિવારો મસાલાથી લઈ કરીયાણું સહિતની વસ્તુઓને હવે ખરીદી અને ઘરમાં સંગ્રહીત કરી રહ્યાં છે. જા અન્ય લોકોનાં એટલે કે મધ્યમવર્ગનાં લોકોનો પણ ધંધા-વેપાર વ્યવસ્થિતિ ચાલતાં થાય અને પાંચ પૈસા કમાતાં થાય તો જ તેની જે ખોટ આવી છે તે સરભર થાય અને લોકો જીવનજરૂરીયાતની વસ્તુઓ વર્ષ દિવસ નહીં તો છ માસનું પણ એકત્ર કરી શકે. તેવું પણ જાણકારો કહી રહ્યાં છે. આમ આ વર્ષે કોરોનાનાં કહેર અને લોકડાઉનની સ્થિતિમાં મસાલા માર્કેટ, ઘઉંની માર્કેટમાં મંદીનું ચક્ર જાવા મળી રહ્યું છે.

error: Content is protected !!