ભેસાણનાં હેડ કોન્સટેબલ નાથાભાઈની એએસઆઈ તરીકે બઢતી, બહુમાન કરાયું

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હે.કો. નાથાભાઇ દેવશીભાઈ સોલંકીને એ.એસ.આઇ. તરીકે બઢતી આપી, ભેસાણ ખાતે જ નિમણુક આપવામાં આવેલ હતી. આ અધિકારીને પ્રમોશન સાથે ભેસાણ ખાતે જ નિમણૂક મળતા, તેઓને જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે.ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા સ્ટાફના એ.એસ.આઈ. સરમણભાઈ, હે.કો. કમલેશભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ગોપાલભાઈ, પાલભાઈ, સાહિતનાની હાજરીમાં પોતાની જાતે હે.કો. નાથાભાઇ સોલંકીના સોલ્ડર ઉપર આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના હોદ્દાના એક સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન કરીને, એ.એસ.આઈ. તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. પ્રમોશન સાથે નિમણૂક મેળવનાર મૂળ માણાવાદર તાલુકાના કોયલાણા ગામના વતની અને જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. નાથાભાઇ દેવશીભાઈ સોલંકી દ્વારા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ તથા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

Leave A Reply