કોવીડ-૧૯ લોકડાઉનમાં કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ વેરાવળ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો

0

ગીર સોમનાથ જીલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે આવેલ ફિશરીઝ સાયન્સ કોલેજ દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે શેક્ષણિક કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા તેમના અભ્યાસક્રમને લગતા મહત્વનાં વિષયોનું માહિતીસભર જ્ઞાન દેશ તથા વિદેશનાં નામાંકિત તજજ્ઞો દ્વારા મળી રહે તે આશયથી તા.૯-૪-ર૦ર૦થી તા.૩-પ-ર૦ર૦ સુધી કોવીડ-૧૯ યુગ પછી ટકાઉ મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે ઉભરતા વલણો અને બહુપરીમાણીય વ્યૂહરચના વિષય ઉપર ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટેÙઈનીંગ પ્રોગ્રામમાં વૈશ્વિક કક્ષાએ પ્રખ્યાત એશિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, બેન્કોક-થાઈલેન્ડ, તેમજ ભારતની ખ્યાતનામ સંસ્થાઓ જેમકે incois-હૈદ્રાબાદ, cift-કોચીન, cmfir-કોચીન, ciba-ચેન્નાઈ, cife-મુંબઈ, સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનીવર્સીટી-પૂસા બિહાર, રીઝવી કોલેજ-મુંબઈ, કોલેજ ઓફ ફિશરીઝ-રત્નાગીરી, કેયુ-ગાંધીનગર, bisag-ગાંધીનગરનાં તજજ્ઞો દ્વારા જુદા-જુદા રપ(પચીસ) મહત્વપૂર્ણ લેકચર લેવાયેલ હતા. જેમાં અત્રેની કોલેજનાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં રપ૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનું સફળ આયોજન કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સનાં ડો.એસ.આઈ. યુસુફઝાઈ, સહપ્રાધ્યાપક દ્વારા જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીનાં કુલપતિ વી.સી.ચોવટીયાની પ્રેરણાથી અને યુનીવર્સીટીનાં સહસંશોઘન નિયામક ડો.પ્રમોદ મોહનોત, કુલસચિવ ડો.પી.એમ.ચોૈહાણ, નિયામક(આઈ.ટી.) ડો.કે.સી.પટેલ અને કોલેજના વડા ડો.એ.વાય.દેસાઈનાં માર્ગદર્શન અનુસાર કરવામાં આવ્યું હતું. જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ દ્વારા બિરદાવવામાં આવેલ છે. કોલેજનાં વિષયશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન પદ્ધતિથી તેમના અભ્યાસક્રમનાં વિવિધ વિષયોનાં નિયમિત લેકચર લેવામાં આવી રહ્યા છે. કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ દ્વારા સંસ્થાનાં કેમ્પસ ખાતે શ્રમિકો માટેનાં શેલ્ટર હોમ માટે જગ્યા ફાળવી શ્રમિકો માટે પીવાનાં તેમજ વાપરવાનાં પાણીની અને ઈલેકટ્રીસીટીની વ્યવસ્થા કરી આ રાષ્ટ્રીય આપદાનાં સમયે વહીવટી તંત્રનાં ઉમદા કાર્યમાં સહભાગી બનેલ છે તેમ ફિશરીઝ કોલેજ વેરાવળની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!