ભેંસાણ ગામે અન્ય રાજય/જીલ્લામાંથી આવતા લોકોએ ગ્રામ પંચાયતનાં રજીસ્ટરમાં નોંધ કરાવવી ફરજીયાત

0

ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામુ બહાર પાડી ભેંસાણ ગામનાં તમામ ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે ભેંસાણ ગામે અન્ય રાજય અથવા જીલ્લામાંથી આવતા લોકો માટે ગ્રામ પંચાયતે રજીસ્ટરમાં નોંધ કરવી ફરજીયાત રહેશે. જેથી આરોગ્ય કેન્દ્રને જાણ કરી મેડીકલ તપાસ કરી શકાય. ત્યારબાદ તેમને કોરોન્ટાઈન કરવામાં આવશે. કોરોન્ટાઈન કરવામાં આવેલા કુટુંબ-પરીવારની કોઈપણ વ્યકિતએ ઘરની બહાર નીકળવું નહી. તેમજ પ્રસાશનને સહકાર આપવો. જયારે કોઈપણ વ્યકિત હોમ કોરોન્ટાઈન કરવામાં આવે ત્યારે તે વ્યકિતનાં તમામ કુટુંબને/પરીવારના સદસ્ય હોમ કોરોન્ટાઈન રહેશે. તથા આવા સંજાગોમાં આવા કુટુંબને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ જરૂર પડે તો હોમ કોરોન્ટાઈન કુટુંબ/પરીવારનાં કોઈ વ્યકિતએ બહાર નીકળવું નહી.
જીવન જરૂરીયાતની ચીજ વસ્તુની જરૂર પડે તો રાજેશભાઈ ગોવિંદભાઈ પાનસુરીયા
(મો. ૯૮૭૯૯ ૯૬ર૧૦), ધીરૂભાઈ ભનુભાઈ કથીરીયા (મો. ૯૯૧૩૬ ૯૦૦૧૪), વિનોદભાઈ વલ્લભભાઈ હિરપરા (મો. ૯૯રપ૭ ૯૩૬૧૪), ચંદુભાઈ માયાભાઈ ભેંસાણીયા (મો. ૯૯૦૯૦ ૬૦૩૮૯), ગૌતમભાઈ ભુપતભાઈ ભાયાણી (મો. ૭૮૭૮૬ ૮પ૬૮પ), હીતેશભાઈ છગનભાઈ હીરપરા (મો. ૯૦૩૩૬ પપપપ૪), મનીષભાઈ વજુભાઈ ડોબરીયા (મો. ૯૯રપ૯ ૩પ૪૦૦), કાળુભાઈ લાલજીભાઈ ડાભી (મો. ૯૪ર૭૪ ૪૬૦૯૭), ગોપાલભાઈ રવજીભાઈ ઉસદડ (મો. ૯૪ર૮૪ ૩૯૧૪ર)નો ફોન/મોબાઈલથી સંપર્ક કરવો. હોમ કોરોન્ટાઈન કુટુંબ/પરીવારને જરૂરીયાતની ઉપલબ્ધ ચીજવસ્તુઓ તેમના ખર્ચે પહોંચાડાશે. તેમજ વધુમાં જરૂરીયાત જણાય તો તલાટી-મંત્રી તથા સરપંચનો સંપર્ક કરવા જણાવેલ છે. આ સુચનાનો કોઈ ભંગ કરશે અથવા હોમ કોરોન્ટાઈન થયેલ કોઈ વ્યકતિ બહાર નીકળ્યાની જાણ થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!