જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ૧રપ૦ શ્રમીકો સાથે પ્રથમ ટ્રેન રવાના થઈ

0

નાના-મોટા કે ગરીબ તવંગરને ઘરની યાદ આવે ત્યારે ઘરે પહોંચે પછી જ પોતીકા લોકોને મળવાથી શાંતીનો અનુભવ થાય છે. એટલે જ કહ્યું છે કે પૃથ્વીનો છેડો ઘર. જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન ઉપર ગઈકાલે રાત્રીનાં શ્રમિકોનાં ચહેરા ઉપર વતન વાપસ જવાનો આનંદ છલકાતો હતો.  જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર, રેલ્વે તેમજ મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાના મોવાણા અજાબ બાલાગામ કાલવાણી, કણેરી, કેવદ્રા, મધરવાડા, પાણખાણ, સિલોદર, સેંદરડા સહીતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતાં મધ્યપ્રદેશનાં ૧૨૫૦ જેટલા શ્રમિકોને ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે ખાસ શ્રમિક રેલ દ્વારા વતનની વાટે પહોંચાડવાનો પ્રબંધ કરાયો હતો. રેલ્વે સ્ટેશન ખાતે તમામ શ્રમિકોનું સ્ક્રીનીંગ કરવા સાથે ફુડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી. આ શ્રમિકો રેલ્વે સ્ટેશન ખાતે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પોલીસ સાથે વહીવટીતંત્રનાં અધિકારીઓ ખડેપગે રહ્યાં હતા. જિલ્લા કલેકટર ડો.સોરભ પારઘીના માર્ગદર્શન તળે નાયબ કલેકટર જવલંત રાવલ, રેખાબા સરવૈયા, મામલતદાર ચૈહાણ, ઊપરાંત લેબર ઓફીસર મહાવિરસિંહ પરમાર, પોલીસ તંત્રનાં અધિકારીઓ, આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબની શ્રમિકો માટે રેલ્વેમાં તેમજ રેલ્વે પ્લેટફોર્મ ઉપર વ્યવસ્થા કરવામાં સહયોગી થયા હતા.

error: Content is protected !!